SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ GO सेवंतो वि ण सेवदि असेवमाणो वि सेवगो कोई। पगरणचेट्ठा कस्स वि ण य पायरणो त्ति सो होदि ॥ १९७॥ સેવે છતાં નહિ સેવતો, આણસેવતો સેવક બને, પ્રકરણ તણી ચેષ્ટા કરે પણ પ્રાકરણ જ્યમ નહિ કરે. ૧૯૭. અર્થ કોઈ તો વિષયોને સેવતો છતાં નથી સેવતો અને કોઈ નહિ સેવતો છતાં સેવનારો છે - જેમ કોઇ પુરુષને 'પ્રકરણની ચેષ્ટા (કોઇ કાર્ય સંબંધી ક્રિયા) વર્તે છે તો પણ તે પ્રાકરણિક નથી. ૧. પ્રકરણ = કાર્ય. ૨. પ્રાકરણિક = કાર્ય કરનારો. उदयविवागो विविहो कम्माणं वण्णिदो जिणवरेहिं। ण दु ते मज्झ सहावा जाणगभावो दु अहमेक्को ॥१९८॥ કર્મો તણો જે વિવિધ ઉદયવિપાક જિનવર વર્ણવ્યો, તે મુજ સ્વભાવો છે નહીં, હું એક જ્ઞાયકભાવ છું. ૧૯૮. અર્થ કર્મોના ઉદયનો વિપાક (ફળ) જિનવરોએ અનેક પ્રકારનો વર્ણવ્યો છે તે મારા સ્વભાવો નથી; હું તો એક જ્ઞાયકભાવ છું. पोग्गलकम्मं रागो तस्स विवागोदओ हवदि एसो। ण दु एस मज्झ भावो जाणगभावो हु अहमेक्को ॥१९९॥ પુદ્ગલકરમરૂપ રાગનો જ વિપાકરૂપ છે ઉદય આ, આ છે નહીં મુજ ભાવ, નિશ્ચય એક જ્ઞાયકભાવ છું. ૧૯૯. અર્થ રાગ પુદ્ગલકર્મ છે, તેનો વિપાકરૂપ ઉદય આ છે, આ મારો ભાવનથી; હુંતો નિશ્ચયથી એક જ્ઞાયકભાવ છું. एवं सम्मद्दिट्ठी अप्पाणं मुणदि जाणगसहावं। उदयं कम्मविवागं च मुयदि तच्चं वियाणंतो॥२०॥ સુદષ્ટિ એ રીત આત્મને જ્ઞાયકસ્વભાવ જ જાણતો, ને ઉદય કર્મવિપાકરૂપ તે તત્ત્વજ્ઞાયક છોડતો. ૨૦. અર્થ આ રીતે સમ્યગ્દષ્ટિ આત્માને (પોતાને) જ્ઞાયકસ્વભાવ જાણે છે અને તત્ત્વને અર્થાત્ યથાર્થ સ્વરૂપને જાણતો થકો કર્મના વિપાકરૂપ ઉદયને છોડે છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy