SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ धम्मेण परिणदप्पा अप्पा जदि सुद्धसंपयोगजुदो। पावदि णिव्वाणसुहं सुहोवजुत्तो य सग्गसुहं ॥११॥ જો ધર્મપરિણતસ્વરૂપ જીવ શુદ્ધોપયોગી હોય તો તે પામતો નિર્વાણ સુખ, ને સ્વર્ગસુખ શુભયુક્ત જો. ૧૧. અર્થ ધર્મ પરિણમેલા સ્વરૂપવાળો આત્મા જો શુદ્ધ ઉપયોગમાં જોડાયેલો હોય તો મોક્ષના સુખને પામે છે અને જો શુભ ઉપયોગવાળો હોય તો સ્વર્ગના સુખને (બંધને) પામે છે. असुहोदएण आदा कुणरो तिरियो भवीय णेरइयो। दुक्खसहस्सेहिं सदा अभिधुदो भमदि अच्चतं ॥१२॥ અશુભોદયે આત્મા કુનર, તિર્યંચ ને નારકપણે નિત્યે સહસ્ત્ર દુઃખે પીડિત, સંસારમાં અતિ અતિ ભમે. ૧૨. અર્થ : અશુભ ઉદયથી આત્મા કુમનુષ્ય (હલકો મનુષ્ય), તિર્યંચ અને નારક થઈને હજારો દુઃખોથી સદા પીડિત થતો (સંસારમાં) અત્યંત ભમે છે. अइसयमादसमुत्थं विसयातीदं अणोवममणंतं। अब्बुच्छिण्णं च सुहं सुद्धवओगप्पसिद्धाणं ॥१३॥ અત્યંત, આત્મોત્પન્ન, વિષયાતીત, અનુપ, અનંત ને વિચ્છેદહીન છે સુખ અહો ! શુદ્ધોપયોગપ્રસિદ્ધને. ૧૩. અર્થ શુદ્ધોપયોગથી નિષ્પન્ન થયેલા આત્માઓનું (કેવળીભગવંતોનું અને સિદ્ધભગવંતોનું) સુખ અતિશય, આત્મોત્પન્ન, વિષયાતીત (અતીન્દ્રિય), અનુપમ (ઉપમા વિનાનું), અનંત અને અવિચ્છિન્ન (અતૂટક) છે. ૧.નિષ્પન્ન થવું = નીપજવું,ફળરૂપ થવું; સિદ્ધ થવું. (શુદ્ધોપયોગથી નિષ્પન્ન થયેલા એટલે શુદ્ધોપયોગરૂપકારણથી કાર્યરૂપ થયેલા.) सुविदिदपयत्थसुत्तो संजमतवसंजुदो विगदरागो। समणो समसुहदुक्खो भणिदो सुद्धोवओगो त्ति ॥१४॥ સુવિદિતસૂત્રપદાર્થ, સંયમતપ સહિત, વીતરાગ ને સુખ-દુઃખમાં સમ શ્રમણને શુદ્ધોપયોગ જિનો કહે. ૧૪. અર્થ : જેમણે (નિજ શુદ્ધ આત્માદિ) પદાર્થોને અને સૂત્રોને સારી રીતે જાણ્યાં છે, જે સંયમ અને તપ સહિત છે, જે વીતરાગ અર્થાત્ સાગરહિત છે અને જેમને સુખ-દુઃખ સમાન છે, એવા શ્રમણને (મુનિવરને) શુદ્ધોપયોગી' કહેવામાં આવ્યા છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy