SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦ તે ધીરવીર નરો, ક્ષમાદમ - તણખગે જેમણે જીત્યા સુદુર્જય-ઉગ્રબળ-મદમત્ત-સુભટ - કષાયને. ૧૫૬. ૧. ક્ષમાદમ-તણખલ્ગ = ક્ષમા(પ્રથમ) અને જિતેંદ્રિયતારૂપી તીણ તરવારથી. ૨. સુભટ = યોદ્ધા. धण्णा ते भगवंता दंसणणाणग्गपवरहत्थेहिं। विसयमयरहरपडिया भविया उत्तारिया जेहिं॥ १५७॥ છે ધન્ય તે ભગવંત, દર્શનજ્ઞાન - ઉત્તમકર વડે જે પાર કરતાં વિષયમકરાકરપતિત ભવિ જીવને. ૧૫૭. ૧. દર્શનજ્ઞાન-ઉત્તમકર = દર્શન અને જ્ઞાનરૂપ (બે) ઉત્તમ હાથ. ૨. વિષયમકરાકર = વિષયોરૂપી સમુદ્ર (મગરોનું સ્થાન). ૩. ભવિ = ભવ્ય. मायावेल्लि असेसा मोहमहातरुवरम्मि आरूढा। विसयविसपुप्फफुल्लिय लुणंति मुणि णाणसत्थेहिं॥ १५८॥ મુનિ જ્ઞાનશસ્તે છેદતા સંપૂર્ણ માયાવેલને, -બહુ વિષય-વિષપુષ્પ ખીલી, આરૂઢ મોહમહાકુમે. ૧૫૮. ૧. આરૂઢ મોહમહાદ્રુમે = મોહરૂપી મહાવૃક્ષ પર ચડેલી. मोहमयगारवेहिं य मुक्का जे करुणभावसंजुत्ता। ते सव्वदुरियखंभं हणंति चारित्तखग्गेण ॥१५९॥ મદનમોહ-ગારવમુક્ત ને જે યુક્ત કરુણાભાવથી, સઘળા દુરિતરૂપ થંભને ઘાતે ચરણ-તરવારથી. ૧૫૯. ૧. દુરિત = દુષ્કર્મ, પાપ. ૨. ઘાતે = નાશ કરે. गुणगणमणिमालाए जिणमयगयणे णिसायरमुणिंदो। तारावलिपरियरिओ पुण्णिमइंदुव्व पवणपहे॥१६०॥ તારાવલી સહ જે રીતે પૂર્ણેન્દુ શોભે આભમાં, ગુણવૃદમણિમાળા સહિત મુનિચંદ્ર જિનમતગગનમાં. ૧૬૦.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy