________________
४७८ તે જ્ઞાની, શિવ, પરમેષ્ઠી છે, વિષ્ણુ, ચતુર્મુખ, બુદ્ધ છે, આત્મા તથા પરમાતમા, સર્વજ્ઞ, કર્મવિમુક્ત છે. ૧૫૧. इय घाइकम्ममुक्को अट्ठारहदोसवज्जिओ सयलो। तिहुवणभवणपदीवो देउ ममं उत्तमं बोहिं ॥ १५२॥ ચઉઘાતિકર્મવિમુક્ત, દોષ અઢાર રહિત, સદેહ એ 'ત્રિભુવનભવનના દીપ જિનવર બોધિ દો ઉત્તમ મને. ૧૫ર. ૧. ત્રિભુવનભવનના દીપ = ત્રણ લોકરૂપી ઘરના દીપક અર્થાત્ દીવારૂપ. जिणवरचरणंबुरुहं णमंति जे परमभत्तिराएण। ते जम्मवेल्लिमूलं खणंति वरभावसत्थेण ॥ १५३॥ જે પરભક્તિરાગથી જિનવરપદાંબુજને નમે, તે જન્મવેલીમૂળને વર ભાવશસ્ત્ર વડે ખણે. ૧૫૩. ૧. વર = ઉત્તમ. ૨. ખણે ખોદે છે. जह सलिलेण ण लिप्पइ कमलिणिपत्तं सहावपयडीए। तह भावेण ण लिप्पइ कसायविसएहिं सप्पुरिसो॥ १५४।
જ્યમ કમલિનીના પત્રને નહિ સલિલલેપ સ્વભાવથી, ત્યમ સપુરુષને લેપ વિષયકષાયનો નહિ ભાવથી. ૧૫૪. ૧. સલિલ = પાણી. ते च्चिय भणामि ह जे सयलकलासीलसंजमगुणेहिं। बहुदोसाणावासो सुमलिणचित्तो ण सावयसमो सो॥१५५ ।। કહું તે જ મુનિ જે શીલસંયમગુણ-સમસ્ત કળા-ધરે, જે મલિનમન બહુદોષઘર, તે તો ન શ્રાવતુલ્ય છે. ૧૫૫. ૧. મલિનમન = મલિન ચિત્તવાળો. ते धीरवीरपुरिसा खमदमखग्गेण विप्फुरंतेण। दुजयपबलबलुद्धरकसायभड णिज्जिया जेहिं॥ १५६॥