SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ अण्णाणमया भावा अण्णाणो चेव जायदे भावो। जम्हा तम्हा भावा अण्णाणमया अणाणिस्स ॥१२९॥ વળી જ્ઞાનમય કો ભાવમાંથી જ્ઞાનભાવ જ ઊપજે, તે કારણે જ્ઞાની તણા સૌ ભાવ જ્ઞાનમયી ખરે; ૧૨૮. અજ્ઞાનમય કો ભાવથી અજ્ઞાનભાવ જ ઊપજે, તે કારણે અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવો બને. ૧૨૯. અર્થ કારણ કે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે તેથી જ્ઞાનીના સર્વ ભાવો ખરેખર જ્ઞાનમય જ હોય છે. અને, કારણ કે અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે તેથી અજ્ઞાનીના ભાવો અજ્ઞાનમય જ હોય છે. कणयमया भावादो जायंते कुंडलादओ भावा। अयमयया भावादो जह जायंते दु कडयादी ॥१३०॥ अण्णाणमया भावा अणाणिणो बहुविहा वि जायते। णाणिस्स दु णाणमया सव्वे भावा तहा होति ॥ १३१॥ જ્યમ કનકમય કો ભાવમાંથી કંડલાદિક ઊપજે, પણ લોહમય કો ભાવથી કટકાદિ ભાવો નિપજે; ૧૩૦. ત્યમ ભાવ બહુવિધ ઊપજે અજ્ઞાનમય અજ્ઞાનીને, પણ જ્ઞાનીને તો સર્વ ભાવો જ્ઞાનમય એમ જ બને. ૧૩૧. અર્થ : જેમ સુવર્ણમય ભાવમાંથી સુવર્ણમય કુંડળ વગેરે ભાવો થાય છે અને લોહમય ભાવમાંથી લોહમય કડાં વગેરે ભાવો થાય છે, તેમ અજ્ઞાનીને (અજ્ઞાનમય ભાવમાંથી) અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો થાય છે અને જ્ઞાનીને (જ્ઞાનમય ભાવમાંથી) સર્વ જ્ઞાનમય ભાવો થાય છે. अण्णाणस्स स उदओ जा जीवाणं अतच्चउवलद्धी। मिच्छत्तस्स दु उदओ जीवस्स असदहाणत्तं ॥१३२॥ उदओ असंजमस्स द जं जीवाणं हवेइ अविरमणं। जो दु कलुसोवओगो जीवाणं सो कसाउदओ॥१३३॥
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy