SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ एक्कस्स दु परिणामो पोग्गलदव्वस्स कम्मभावेण। ता जीवभावहेदूहिं विणा कम्मस्स परिणामो॥१३८॥ જો કર્મરૂપ પરિણામ, જીવ ભેળા જ, પુદગલના બને, તો જીવ અને પુદ્ગલ ઉભય પણ કર્મપણું પામે અરે ! ૧૩૭. પણ કર્મભાવે પરિણમન છે એક પુદ્ગલદ્રવ્યને, જીવભાવહેતુથી અલગ, તેથી, કર્મના પરિણામ છે. ૧૩૮ અર્થ જો પુદ્ગલ દ્રવ્યને જીવની સાથે જ કર્મરૂપ પરિણામ થાય છે (અર્થાત્ બન્ને ભેળાં થઈને જ કર્મરૂપે પરિણમે છે) એમ માનવામાં આવે તો એ રીતે પુદ્ગલ અને જીવ બન્ને ખરેખર કર્મપણાને પામે. પરંતુ કર્મભાવે પરિણામ તો પુદ્ગલદ્રવ્યને એકને જ થાય છે તેથી જીવભાવરૂપ નિમિત્તથી રહિત જ અર્થાત્ જુદું જ કર્મનું પરિણામ છે. जीवस्स दु कम्मेण य सह परिणामा हु होति रागादी। एवं जीवो कम्मं च दो वि रागादिमावण्णा॥१३९॥ एक्कस्स दु परिणामो जायदि जीवस्स रागमादीहिं। ता कम्मोदयहेदूहिं विणा जीवस्स परिणामो॥१४० ॥ જીવના, કરમ ભેળા જ, જો પરિણામ રાગાદિક બને, તો કર્મને જીવ ઉભય પણ રાગાદિપણું પામે અરે ! ૧૩૯. પણ પરિણમન રાગાદિરૂપ તો થાય છે જીવ એકને, તેથી જ કર્મોદયનિમિત્તથી અલગ જીવપરિણામ છે. ૧૪૦. અર્થ : જો જીવને કર્મની સાથે જ રાગાદિ પરિણામો થાય છે (અર્થાતુ બન્ને ભેળાં થઈને રાગાદિરૂપે પરિણમે છે) એમ માનવામાં આવે તો એ રીતે જીવ અને કર્મ બન્ને રાગાદિપણાને પામે. પરંતુ રાગાદિભાવે પરિણામ તો જીવને એકને જ થાય છે તેથી કર્મોદયરૂપ નિમિત્તથી રહિત જ અર્થાત્ જુદું જ જીવનું પરિણામ છે. जीवे कम्मं बद्धं पुढे चेदि ववहारणयभणिदं। सुद्धणयस्स दु जीवे अबद्धपुटुं हवदि कम्मं ॥ १४१॥ છે કર્મ જીવમાં બદ્ધસ્કૃષ્ટ - કથિત નય વ્યવહારનું; પણ બદ્ધસ્કૃષ્ટ ન કર્મ જીવમાં - કથન છે નય શુદ્ધનું. ૧૪૧.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy