SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ મુનિલિંગ ને ગૃહીલિંગ - એ લિંગો ન મુક્તિમાર્ગ છે; ચારિત્ર-દર્શન-જ્ઞાનને બસ મોક્ષમાર્ગ જિનો કહે. ૪૧૦. અર્થ મુનિના અને ગૃહસ્થના લિંગો એ મોક્ષમાર્ગ નથી; દર્શન-જ્ઞાન-ચારિત્રને જિનદેવો મોક્ષમાર્ગ કહે છે. तम्हा जहित्तु लिंगे सागारणगारएहिं वा गहिदे। दसणणाणचरित्ते अप्पाणं जुंज मोक्खपहे॥ ४११॥ તેથી તજી સાગાર કે અણગાર-ધારિત લિંગને, ચારિત્ર-દર્શન-જ્ઞાનમાં તું જોડ! નિજ આત્મને. ૪૧૧. અર્થ માટે સાગારો વડે (-ગૃહસ્થો વડે) અથવા અણગારો વડે (-મુનિઓ વડે) પ્રહાયેલાં લિંગોને છોડીને, દર્શનજ્ઞાનચારિત્રમાં - કે જે મોક્ષમાર્ગ છે તેમાં - તું આત્માને જોડ. मोक्खपहे अप्पाणं ठवेहि तं चेव झाहितं चेय। तत्थेव विहर णिचं मा विहरसु अण्णदव्वेसु॥४१२॥ તું સ્થાપ નિજને મોક્ષપંથે, ધ્યા, અનુભવ તેહને; તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પરદ્રવ્યો વિષે. ૪૧૨. અર્થ (હે ભવ્ય!) તું મોક્ષમાર્ગમાં પોતાના આત્માને સ્થાપ, તેનું જ ધ્યાન કર, તેને જ ચેત-અનુભવ અને તેમાં જ નિરંતર વિહાર કર; અન્ય દ્રવ્યોમાં વિહાર ન કર. पासंडीलिंगेसु व गिहिलिंगेसु व बहुप्पयारेसु। कुव्वंति जे ममत्तिं तेहिं ण णादं समयसारं ॥४१३॥ બહુવિધનાં મુનિલિંગમાં અથવા ગૃહીલિંગો વિષે, મમતા કરે, તેણે નથી જાણો સમયના સારને. ૪૧૩. અર્થ : જેઓ બહુ પ્રકારના મુનિલિંગોમાં અથવા ગૃહસ્થલિંગોમાં મમતા કરે છે (અર્થાત્ આ દ્રવ્યલિંગ જ મોક્ષનું દેનાર છે એમ માને છે), તેમણે સમયસારને જાણ્યો નથી. ववहारिओ पुण णओ दोण्णि वि लिंगाणि भणदि मोक्खपहे। णिच्छयणओ ण इच्छदि मोक्खपहे सव्वलिंगाणि॥४१४ ॥ વ્યવહારનય એ ઉભય લિંગો મોક્ષપંથ વિષે કહે, નિશ્ચય નહીં માને કદી કો લિંગ મુક્તિપથ વિષે:- ૪૧૪. ૧ વિષે કહ્યું,
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy