SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ જ્ઞાનને સ્પષ્ટ રીતે અન્ય વસ્તુઓથી ભિન્ન બતાવતા આચાર્ય કહે છે કે શાસ્ત્ર, શબ્દ, રૂપ, રસ, ગંધ, વણ, સ્પર્શ, કર્મ, ધર્મ, અધર્મ, કાળ, આકાશ અને અધ્યવસાન આદિ કોઈને પણ જ્ઞાન નથી કારણ કે એ અચેતન છે. જ્ઞાન ઉક્ત બધાથી ભિન્ન છે અને ચૈતન્યમય જીવથી અભિન્ન છે, અનન્ય છે. જ્ઞાન અને જ્ઞાનીમાં કોઈ ભેદ નથી. જ્ઞાની જીવ જ્ઞાનને જ સમ્યગ્દર્શન, સંયમ, અંગપૂર્વગતસૂત્ર, ધર્મઅધર્મ (પુણ્ય-પાપ) અને દીક્ષા માને છે. જ્ઞાનસ્વરૂપ આત્મા અમૂર્તિક અને અનાહારક છે. આહાર તો કર્મ-નોકર્મરૂપ પુદ્ગલમય મૂર્તિક છે. એટલે નિશ્ચયથી આત્માને પુદ્ગલમય આહાર નથી. આત્મા પ્રાયોગિક (પરનિમિત્તથી ઉત્પન્ન) અને વૈરાસિક (સ્વાભાવિક) ગુણના કારણે પરદ્રવ્યનો ગ્રહણ-ત્યાગ ક્યારેય પણ નથી કરી શકતો, એ તો પોતાના જ પરિણામનો ગ્રહણ-ત્યાગ કરે છે. આ પ્રમાણે જ્ઞાનને સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન અને પોતાની પર્યાયોથી અભિન્ન બતાવીને પછી આચાર્ય વાસ્તવિક મોક્ષમાર્ગને બતાવતા કહે છે કે દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી, કારણ કે લિંગ દેહમય છે. - દેહ પુદ્ગલદ્રવ્યમય છે. એટલે આત્માને માટે દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી પરંતુ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મપરિણામ જ નિશ્ચયથી મોક્ષમાર્ગ છે. આચાર્ય હવે પ્રેરણા આપતા કહે છે કે મુનિ કે ગૃહસ્થનું દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી પરંતુ દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે. એટલે સાગારો અને આણગારો દ્વારા ગૃહીત દ્રવ્યલિંગને છોડીને તું આત્માને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં લગાવી દે, આ જ મોક્ષમાર્ગ છે. ઉક્ત મોક્ષમાર્ગનો જધ્યાન કરવો જોઈએ, એમાં જ આત્માને લગાવવો જોઈએ, એનો જ અનુભવ કરવો જોઈએ. જે બહુ જ પ્રકારથી મુનિલિંગ અથવા ગૃહસ્થલિંગમાં મમત્વ કરે છે, એ સમયસાર(શુદ્ધાત્મા)ને નથી જાણતા, એટલે એમને મુક્તિ પ્રાપ્ત નથી થતી. જે કે વ્યવહારનય દ્રવ્યલિંગ અને ભાવલિંગને મોક્ષમાર્ગ કહે છે, તો પણ નિશ્ચયનય બધા લિંગોનો નિષેધ કરે છે. ગ્રંથના અંતમાં આચાર્ય કહે છે કે જે આત્મા આ સમયપાહુડને વાંચીને અર્થ અને તત્વને (ભાવ) સારી રીતે જાણીને સમતારૂપી અર્થમાં સ્થિત થશે, તે ઉત્તમ સૌખ્યસુખને પ્રાપ્ત થશે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy