SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬ શ્રી સમયસાર श्री परमात्मने नमः। શ્રીમદ્ ભગવત્યુકુંદાચાર્યદેવ પ્રણીત સમયસાર ગાથા પૂર્વરંગ वंदित्तु सव्वसिद्धे धुवमचलमणोवमं गदिं पत्ते। वोच्छामि समयपाहुडमिणमो सुदकेवलीभणिदं॥१॥ ધ્રુવ, અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું શ્રુતકેવળીભાષિત આ સમયપ્રાકૃત અહો! ૧. અર્થ આચાર્ય કહે છે: હું ધ્રુવ, અચળ અને અનુપમ એ ત્રણ વિશેષણોથી યુક્ત ગતિને પ્રાપ્ત થયેલ એવા સર્વ સિદ્ધોને નમસ્કાર કરી, અહો ! શ્રુતકેવળીઓએ કહેલા આ સમયસાર નામના પ્રાભૂતને કહીશ. जीवो चरित्तदंसणणाणठिदो तं हि ससमयं जाण। पोग्गलकम्मपदेसट्ठिदं च तं जाण परसमयं ॥२॥ જીવ ચરિત-દર્શન-જ્ઞાનેસ્થિત સ્વસમય નિશ્ચય જાણવો; સ્થિત કર્મપુદ્ગલના પ્રદેશ પરસમય જીવ જાણવો. ૨. અર્થ હે ભવ્ય! જે જીવ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે તેને નિશ્ચયથી સ્વસમય જાણ; અને જે જીવ પુદ્ગલકર્મના પ્રદેશોમાં સ્થિત થયેલ છે તેને પરસમય જાણ. एयत्तणिच्छयगदो समओ सव्वत्थ सुंदरो लोगे। बंधकहा एयत्ते तेण विसंवादिणी होदि॥३॥
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy