SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ અવ્યાપી છે કતિપય; વળી નિર્દોષ સિદ્ધ જીવો ઘણા; મિથ્યાત્વ-યોગ-કષાયયુત સંસારી જીવ બહુ જાણવા. ૩૨. અર્થ : અનંત એવા જે અગુરુલઘુ (ગુણો, અંશો) તે અનંત અગુરુલઘુ (ગુણ)રૂપે સર્વ જીવો પરિણત છે; તેઓ અસંખ્યાત પ્રદેશવાળા છે. કેટલાક કથંચિત્ આખા લોકને પ્રાપ્ત હોય છે અને કેટલાક અપ્રાપ્ત હોય છે. ઘણા (-અનંત) જીવો મિથ્યાદર્શન-કષાય-યોગસહિત સંસારી છે અને ઘણા (-અનંત જીવો) મિથ્યાદર્શનકષાય-યોગરહિત સિદ્ધ છે. जह पउमरायरयणं खित्तं खीरे पभासयदि खीरं । तह देही देहत्थो सदेहमित्तं पभासयदि ॥ ३३ ॥ જ્યમ દૂધમાં સ્થિત પદ્મરાગમણિ પ્રકાશે દૂધને, ત્યમ દેહમાં સ્થિત દેહી દેહપ્રમાણ વ્યાપક્તા લહે. ૩૩. અર્થ : જેમ પદ્મરાગરત્ન દૂધમાં નાખવામાં આવ્યું થયું દૂધને પ્રકાશે છે, તેમ દેહી (જીવ) દેહમાં રહ્યો થકો સ્વદેહપ્રમાણ પ્રકાશે છે. सव्वत्थ अत्थि जीवो ण य एक्को एककाय एक्कट्ठो । अज्झवसाणविसिट्ठो चिट्ठदि मलिणो रजमलेहिं ॥ ३४ ॥ તન તન ધરે જીવ, તન મહીં ઐચસ્થ પણ નહિ એક છે, જીવ વિવિધ અધ્યવસાયયુત, રજમળમલિન થઈને ભમે. ૩૪. અર્થ : જીવ સર્વત્ર (ક્રમવર્તી સર્વ શરીરોમાં) છે અને કોઈ એક શરીરમાં (ક્ષીરનીરવત) એકપણે રહ્યો હોવા છતાં તેની સાથે એક નથી; અધ્યવસાય વિશિષ્ટ વર્તતો થકો રજમળ (કર્મમળ) વડે મિલન હોવાથી તે ભમે છે. जेसिं जीवसहावो णत्थि अभावो य सव्वहा तस्स । ते होंति भिण्णदेहा सिद्धा वचिगोयरमदीदा ॥ ३५ ॥ જીવત્વ નહિ ને સર્વથા તદભાવ પણ નહિ જેમને, તે સિદ્ધ છે -જે દેહવિરહિત વચનવિષયાતીત છે. ૩૫. અર્થ : જેમને જીવવભાવ (-પ્રાણધારણરૂપ જીવત્વ) નથી અને સર્વથા તેનો અભાવ પણ નથી, તે દેહરહિત વચનગોચરાતીત સિદ્ધો (સિદ્ધ ભગવંતો) છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy