SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૧ અર્થ : (સંસારસ્થિત) આત્મા જીવ છે, ચેતયિતા(ચેતનારો) છે, ઉપયોગલક્ષિત છે, પ્રભુ છે, કર્તા છે, ભોક્તા છે, દેહપ્રમાણ છે, અમૂર્ત છે અને કર્મસંયુક્ત છે. कम्ममलविप्पमुको उड्डुं लोगस्स अंतमधिगंता । सो सव्वणाणदरिसी लहदि सुहमणिंदियमणंतं ।। २८ ॥ સૌ કર્મમળથી મુક્ત આત્મા પામીને લોકાગ્રને, સર્વજ્ઞદર્શી તે અનંત અનિદ્રિ સુખને અનુભવે. ૨૮. અર્થ ઃ કર્મમળથી મુક્ત આત્મા ઊંચે લોકના અંતને પામીને તે સર્વજ્ઞ-સર્વદર્શી અનંત અનિદ્રિય સુખને અનુભવે છે. जादो सयं स चेदा सव्वण्हू सव्वलोगदरसी य । पप्पोदि सुहमणतं अव्वाबाधं सगममुत्तं ॥ २९ ॥ સ્વયમેવ ચેતક સર્વજ્ઞાની - સર્વદર્શી થાય છે, ને નિજ અમૂર્ત અનંત અવ્યાબાધ સુખને અનુભવે. ૨૯. અર્થ :તે ચેતિયતા (ચેતનારો આત્મા) સર્વજ્ઞ અને સર્વલોકદર્શી સ્વયં થયો થકો, સ્વકીય અમૂર્ત અવ્યાબાધ અનંત સુખને ઉપલબ્ધ કરે છે. पाणेहिं चदुहिं जीवदि जीविस्सदि जो हु जीविदो पुव्वं । सो जीवो पाणा पुण बलमिंदियमाउ उस्सासो ॥ ३० ॥ જે ચાર પ્રાણે જીવતો પૂર્વે, જીવે છે, જીવશે, તે જીવ છે; ને પ્રાણ ઇન્દ્રિય-આયુ-બળ-ઉચ્છ્વાસ છે. 30. અર્થ : જે ચાર પ્રાણોથી જીવે છે, જીવશે અને પૂર્વે જીવતો હતો, તે જીવ છે; અને પ્રાણો ઇન્દ્રિય, બળ, આયુ તથા ઉચ્છ્વાસ છે. अगुरुलहुगा अणंता तेहिं अणंतेहिं परिणदा सव्वे । देसेहिं असंखादा सिय लोगं सव्वमावण्णा ॥ ३१ ॥ केचित्तु अणावण्णा मिच्छादंसणकसायजोगजुदा । विजुदा य तेहिं बहुगा सिद्धा संसारिणो जीवा ॥ ३२ ॥ જે અગુરુલઘુક અનંત તે-રૂપ સર્વ જીવો પરિણમે; સૌના પ્રદેશ અસંખ્ય; કતિપય લોકવ્યાપી હોય છે; ૩૧.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy