SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ जीवो सहावणियदो अणियदगुणपज्जओध परसमओ। जदि कुणदि सगं समयं पन्भस्सदि कम्मबंधादो ॥१५५ ॥ નિજભાવનિયત અનિયતગુણપર્યયપણે પરસમય છે; તે જો કરે સ્વકસમયને તો કર્મબંધનથી છૂટે. ૧૫૫. અર્થ જીવ, (દ્રવ્ય-અપેક્ષાએ) સ્વભાવનિયત હોવા છતાં, જો અનિયત ગુણપર્યાયવાળો હોય તો પરમસય છે. જો તે (નિયત ગુણપર્યાય પરિણમી) સ્વસમયને કરે છે તો કર્મબંધથી છૂટે છે. जो परदव्वम्हि सुहं असुहं रागेण कुणदि जदि भावं। सो सगचरित्तभट्ठो परचरियचरो हवदि जीवो ॥१५६ ॥ જે રાગથી પરદ્રવ્યમાં કરતો શુભાશુભ ભાવને, તે સ્વચરિત્રથી ભ્રષ્ટ, પરચારિત્ર આચરનાર છે. ૧૫૬. અર્થ : જે રાગથી (-રંજિત અર્થાત્ મલિન ઉપયોગથી) પરદ્રવ્યને વિષે શુભ કે અશુભ ભાવ કરે છે, તે જીવ સ્વચારિત્રભ્રષ્ટ એવો પરચારિત્રનો આચરનાર છે. · आसवदि जेण पुण्णं पावं वा अप्पणोध भावेण। सो तेण परचरित्तो हवदि त्ति जिणा परूवेंति॥१५७॥ રે! પુણ્ય અથવા પાપ જીવને આસ્રવે જે ભાવથી, તેના વડે તે “પરચરિત” નિર્દિષ્ટ છે જિનદેવથી. ૧૫૭. અર્થ : જે ભાવથી આત્માને પુણ્ય અથવા પાપ આરાવે છે, તે ભાવ વડે તે (જીવ) પરચારિત્ર છે - એમ જિનો પ્રરૂપે છે. जो सव्वसंगमुक्को णण्णमणो अप्पणं सहावेण। जाणदि पस्सदि णियदं सो सगचरियं चरदि जीवो ॥१५८॥ સૌ-સંગમુક્ત અનન્યચિત્ત સ્વભાવથી નિજ આત્મને જાણે અને દેખે નિયત રહી, તે સ્વચરિતપ્રવૃત્ત છે. ૧૫૮. અર્થ : જે સર્વસંગમુક્ત અને અનન્યમનવાળો વર્તતો થકો આત્માને (જ્ઞાનદર્શનરૂપ) સ્વભાવ વડે નિયતપણે (-સ્થિરતાપૂર્વક) જાણે-દેખે છે, તે જીવ સ્વચારિત્ર આચરે છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy