SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ જ્યમ આભમાં સ્વયમેવ ભાસ્કર ઉષ્ણ, દેવ, પ્રકાશ છે, સ્વયમેવ લોકે સિદ્ધ પણ ત્યમ જ્ઞાન, સુખને દેવ છે. ૬૪. અર્થ જેમ આકાશમાં સૂર્ય સ્વયમેવ તેજ, ઉષ્ણ અને દેવ છે, તેમ લોકમાં સિદ્ધભગવાન પણ (સ્વયમેવ) જ્ઞાન, સુખ અને દેવ છે. देवदजदिगुरुपूजासु चेव दाणम्मि वा सुसीलेसु। उववासादिसु रत्तो सुहोवओगप्पगो अप्पा॥६९॥ ગુરુ-દેવ-યતિપૂજા વિષે, વળી દાન ને સુશીલો વિષે, જીવ રકત ઉપવાસાદિકે, શુભ-ઉપયોગસ્વરૂપ છે. ૬૯. અર્થ દેવ, ગુરુ અને યતિની પૂજામાં, દાનમાં, સુશીલોમાં તથા ઉપવાસાદિકમાં રક્ત આત્મા શુભપયોગાત્મક છે. जुत्तो सुहेण आदा तिरियो वा माणुसो व देवो वा। भूदो तावदि कालं लहदि सुहं इंदियं विविहं ॥७०॥ શુભયુક્ત આત્મા દેવ ના તિર્યંચ વા માનવ બને; તે પર્યયે તાવત્સમય ઇંદ્રિયસુખ વિધવિધ લહે. ૭૦. અર્થ શુભોપયોગયુક્ત આત્મા તિર્યચ, મનુષ્ય અથવા દેવ થઈને, તેટલો કાળ વિવિધ ઇન્દ્રિયસુખ પામે છે. सोक्खं सहावसिद्धं णत्थि सुराणं पि सिद्धमुवदेसे। ते देहवेदणट्टा रमति विसएसु रम्मेसु ॥७१॥ સુરનેય સૌમ્ય સ્વભાવસિદ્ધ ન-સિદ્ધ છે આગમ વિષે; તે દેહવેદનથી પીડિત રમણીય વિષયોમાં રમે. ૭૧. અર્થ (જિનદેવના)ઉપદેશમાં સિદ્ધ છે કે - દેવોને પણ સ્વભાવનિષ્પન્ન સુખ નથી; તેઓ પંચેન્દ્રિયમય) દેહની વેદનાથી પીડિત હોવાથી રમ્ય વિષયોમાં રમે છે. णरणारयतिरियसुरा भजति जदि देहसंभवं दुक्खं। किह सो सुहो व असुहो उवओगो हवदि जीवाणं ॥७२॥ તિર્યંચ-નારક-સુર-નરો જો દેહગત દુખ અનુભવે, તો જીવનો ઉપયોગ એ શુભ કે અશુભ કઈ રીત છે? ૭૨. અર્થ મનુષ્યો, નારકો, તિર્યો અને દેવો (બધાંય) જો દેહોત્પન્ન દુઃખને અનુભવે છે, તો જીવોનો તે
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy