SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૫ રત્નો વિષે જ્યમ શ્રેષ્ઠ હીરક, તરુગણે ગોશીષ છે, જિનધર્મ ભાવિભવમથન ત્યમ શ્રેષ્ઠ છે ધર્મો વિષે. ૮૨. ૧. હીરક = હીરો. ૨. ગોશીર્ષ = બાવનાચંદન. ૩. ભાવિભવમથન = ભાવી ભવોને હણનાર, पूयादिसु वयसहियं पुण्णं हि जिणेहिं सासणे भणियं। मोहक्खोहविहीणो परिणामो अप्पणो धम्मो॥ ८३॥ પૂજાદિમાં વ્રતમાં જિનોએ પુણ્ય ભાખું શાસને; છે ધર્મ ભાખ્યો મોહક્ષોભવિહીન નિજ પરિણામને. ૮૩. सद्दहदि य पत्तेदि य रोचेदि य तह पुणो वि फासेदि। पुण्णं भोयणिमित्तं ण हु सो कम्मक्खयणिमित्तं ॥ ८४ ॥ પરતીત, રુચિ, શ્રદ્ધાન ને સ્પર્શન કરે છે પુણ્યનું તે ભોગ કેરું નિમિત્ત છે, ન નિમિત્ત કર્મક્ષય તણું. ૮૪. अप्पा अप्पम्मि रओ रायादिसु सयलदोसपरिचत्तो। संसारतरणहेदू धम्मो त्ति जिणेहिं णिद्दिठं ॥ ८५॥ રાગાદિ દોષ સમસ્ત છોડી આતમા નિજરત રહે 'ભવતરણકારણ ધર્મ છે તે-એમ જિનદેવો કહે. ૮૫. ૧. ભવતરણકારણ = સંસારને તરી જવાના કારણભૂત. अह पुण अप्पा णिच्छदि पुण्णाई करेदि णिरवसेसाइं। तह वि ण पावदि सिद्धिं संसारत्थो पुणो भणिदो॥८६॥ પણ આત્મને અડ્યા વિના પુણ્યો અશેષ કરે ભલે, તો પણ લહે નહિ સિદ્ધિને, ભવમાં ભમે-આગમ કહે. ૮૬. एएण कारणेण यतं अप्पा सद्दहेह तिविहेण। जेण य लहेह मोक्खं तं जाणिज्जह पयत्तेण॥८७॥ આ કારણે તે આત્મની ત્રિવિધ તમે શ્રદ્ધા કરો, તે આત્માને જાણો પ્રયત્ન, મુક્તિને જેથી વરો. ૮૭.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy