________________
૧૯૧
जीवो ववगदमोहो उवलद्धो तच्चमप्पणो सम्म। जहदि जदि रागदोसे सो अप्पाणं लहदि सुद्धं ॥८१॥ જીવ મોહને દૂર કરી, આત્મસ્વરૂપ સમ્યફ પામીને,
જો રાગદ્વેષ પરિહરે તો પામતો શુદ્ધાત્મને. ૮૧. અર્થ : જેણે મોહને દૂર કર્યો છે અને આત્માના સમ્યક તત્વને (સાચા સ્વરૂપને) પ્રાપ્ત કર્યું છે એવો જીવ જો રાગદ્વેષને છેડે છે, તો તે શુદ્ધ આત્માને પામે છે.
सव्वे वि य अरहंता तेण विधाणेण खविदकम्मंसा। किच्चा तधोवदेसं णिव्वादा ते णमो तेसिं ॥८२॥ અહંત સૌ કર્મો તણો કરી નાશ એ જ વિધિ વડે,
ઉપદેશ પણ એમ જ કરી, નિવૃત્ત થયા; નમું તેમને. ૮૨. અર્થ બધાય અહંત ભગવંતો તે જ વિધિથી કર્માશોનો (-જ્ઞાનાવરણીયાદિ કર્મભેદોનો) ક્ષય કરીને તથા (અન્યને પણ) એ જ પ્રકારે ઉપદેશ કરીને મોક્ષ પામ્યા છે. તેમને નમસ્કાર હો.
दव्वादिएसु मूढो भावो जीवस्स हवदि मोहो त्ति। खुभदि तेणुच्छण्णो पप्पा रागं व दोसं वा॥ ८३॥ દ્રવ્યાદિકે મૂઢ ભાવ વર્તે જીવને, તે મોહ છે;
તે મોહથી આચ્છન્ન રાગી-દ્વેષી થઈ ક્ષોભિત બને. ૮૩. અર્થ જીવને દ્રવ્યાદિક વિષે જે મૂઢ ભાવ (-દ્રવ્યગુણપર્યાય વિષે જે મૂઢતારૂપ પરિણામ) તે મોહ છે; તેનાથી આચ્છાદિત વર્તતો થકો જીવ રાગ અથવા બ્રેષને પામીને ક્ષુબ્ધ થાય છે.
मोहेण व रागेण व दोसेण व परिणदस्स जीवस्स। जायदि विविहो बंधो तम्हा ते संखवइदव्वा ॥ ८४॥ રે! મોહરૂપ વા રાગરૂપ વા ષપરિણત જીવને
વિધવિધ થાયે બંધ, તેથી સર્વ તે ક્ષયયોગ્ય છે. ૮૪. અર્થ : મોહરૂપે, રાગરૂપે અથવા વેષરૂપે પરિણમતા જીવને વિવિધ બંધ થાય છે, તેથી તેમને (મોહ-રાગ-દ્વેષને) સંપૂર્ણ રીતે ક્ષય કરવા યોગ્ય છે.
अढे अजधागहणं करुणभावो य तिरियमणुएसु। विसएसु य प्पसंगो मोहस्सेदाणि लिंगाणि॥८५॥