________________
૧૯૨
અર્થો તણું અયથાગ્રહણ, કરુણા મનુજ-તિર્યંચમાં,
વિષયો તણો વળી સંગ, લિંગો જાણવાં આ મોહનાં.૮૫ અર્થ : પદાર્થનું અથાગ્રહણ (અર્થાત્ પદાર્થોને જેમ છે તેમ સત્ય સ્વરૂપેન માનતાં તેમના વિશે અન્યથા સમજણ)
અને તિર્યચ-મનુષ્યો પ્રત્યે કરુણાભાવ, તથા વિષયોનો સંગ (અર્થાત્ ઈષ્ટ વિષયો પ્રત્યે પ્રીતિ અને અનિષ્ટ વિષયો પ્રત્યે અપ્રીતિ) -આ મોહના લિંગો છે.
जिणसत्थादो अढे पञ्चक्खादीहिं बुज्झदो णियमा। खीयदि मोहोवचयो तम्हा सत्थं समधिदव्वं ॥८६॥ શાસ્ત્રો વડે પ્રત્યક્ષઆદિથી જાણતો જે અર્થને,
તસુ મોહ પામે નાશ નિશ્ચય; શાસ્ત્ર સમધ્યયનીય છે. ૮૬. અર્થ :જિનશાસ્ત્ર દ્વારા પ્રત્યક્ષાદિ પ્રમાણોથી પદાર્થોને જાણનારને નિયમથી મોહોપચય ક્ષય પામે છે, તેથી
શાસ્ત્ર સમ્યક પ્રકારે અભ્યાસવા યોગ્ય છે. ૧. મોહોપચય = મોહનો ઉપચય. (ઉપચય = સંચય, ઢગલો.)
दव्वाणि गुणा तेसिं पज्जाया अट्ठसण्णया भणिया। तेसु गुणपज्जयाणं अप्पा दव्व त्ति उवदेसो॥ ८७॥ દ્રવ્યો, ગુણો ને પર્યયો સૌ ‘અર્થ' સંજ્ઞાથી કહ્યાં;
ગુણ-પર્યયોનો આતમા છે દ્રવ્ય જિન-ઉપદેશમાં. ૮૭. અર્થ દ્રવ્યો, ગુણો અને તેમના પર્યાયો ‘અર્થ’ નામથી કહ્યાં છે. તેમાં, ગુણ-પર્યાયોનો આત્મ દ્રવ્ય છે (અર્થાતું. ગુણો અને પર્યાયોનું સ્વરૂપ - સત્ત્વ દ્રવ્ય જ છે, તેઓ ભિન્ન વસ્તુ નથી) એમ (જિનેન્દ્રનો) ઉપદેશ છે.
जो मोहरागदोसे णिहणदि उवलब्भ जोण्हमुवदेसं । सो सव्वदुक्खमोक्खं पावदि अचिरेण कालेण॥८८॥ જે પામી જિન-ઉપદેશ હણતો રાગ-દ્વેષ-વિમોહને,
તે જીવ પામે અલ્પ કાળે સર્વદુઃખવિમોક્ષને. ૮૮. અર્થ જે જિનના ઉપદેશને પામીને મોહ-રાગ-દ્વેષને હણે છે, તે અલ્પકાળમાં સર્વદુઃખથી મુક્ત થાય છે.
णाणप्पगमप्पाणं परं च दव्वत्तणाहिसंबद्धं । जाणदि जदि णिच्छयदो जो सो मोहक्खयं कुणदि॥ ८९॥