SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૩ જે જ્ઞાનરૂપ નિજ આત્મને, પરને વળી નિશ્ચય વડે દ્રવ્યત્વથી સંબઇ જાણે, મોહનો ક્ષય તે કરે. ૮૯. અર્થ જે નિશ્ચયથી જ્ઞાનાત્મક એવા પોતાને અને પરને નિજ નિજ દ્રવ્યત્વથી સંબદ્ધ (સંયુક્ત) જાણે છે, તે મોહનો ક્ષય કરે છે. तम्हा जिणमग्गादो गुणेहिं आदं परं च दव्वेस। अभिगच्छदु णिम्मोहं इच्छदि जदि अप्पणो अप्पा॥९॥ તેથી યદિ જીવ ઇચ્છતો નિર્મોહતા નિજ આત્મને, જિનમાર્ગથી દ્રવ્યો મહીં જાણો સ્વ-પરને ગુણ વડે. ૯૦. અર્થ માટે (સ્વ-૨ના વિવેકથી મોહનો ક્ષય કરી શકાતો હોવાથી) જો આત્મા પોતાને નિર્મોહપણું ઇચ્છતો હોય, તો જિનમાર્ગ દ્વારા ગુણો વડે દ્રવ્યોમાં સ્વ અને પરને જાણો (અર્થાત્ જિનાગમ દ્વારા વિશેષ ગુણો વડે અનંત દ્રયોમાંથી આ સ્વ છે ને આ પર છે” એમ વિવેક કરો). सत्तासंबद्धेदे सविसेसे जो हि णेव सामण्णे। सद्दहदि ण सो समणो तत्तो धम्मो ण संभवदि ॥९१॥ શ્રામગ્યમાં સત્તામયી સવિશેષ આ દ્રવ્યો તણી શ્રદ્ધા નહિ, તે શ્રમણ ના, તેમાંથી ધર્મોભવ નહીં. ૯૧. અર્થ : જે (જીવ) કામણપણામાં આ સત્તાસંયુક્ત સવિશેષ પદાર્થોને શ્રદ્ધતો નથી, તે શ્રમણ નથી; તેનામાંથી ધર્મ ઉદ્ભવતો નથી (અર્થાત્ તે શ્રમણાભાસને ધર્મ થતો નથી). ૧. સત્તાસંયુક્ત = અસ્તિત્વવાળા. ૨. સવિશેષ = વિશેષ સહિત; તફાવતવાળા, ભેટવાળા; ભિન્નભિન્ન जो णिहदमोहदिट्ठी आगमकुसलो विरागचरियम्हि। अब्भुट्टिदो महप्पा धम्मो त्ति विसेसिदो समणो॥९२॥ આગમ વિષે કૌશલ્ય છે ને મોહદષ્ટિ વિનષ્ટ છે, વીતરાગ-ચરિતારૂઢ છે, તે મુનિ-મહાત્મા “ધર્મ છે. ૯૨. અર્થ : જે આગમમાં કુશળ છે, જેની મોહદષ્ટિ હણાઈ ગઈ છે અને જે વીતરાગચારિત્રમાં આરૂઢ છે, તે મહાત્મા શ્રમણને (શાસ્ત્રમાં) “ધર્મ કહેલ છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy