SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ૨. શેયતત્ત્વ - પ્રજ્ઞાપન अत्थो खलु दव्वमओ दव्वाणि गुणप्पगाणि भणिदाणि। तेहिं पुणो पज्जाया पज्जयमूढा हि परसमया॥९३॥ છે અર્થ દ્રવ્યસ્વરૂપ, ગુણ-આત્મક કહ્યાં છે દ્રવ્યને, વળી દ્રવ્ય-ગુણથી પર્યયો; પર્યાયમૂઢ પરસમય છે. ૯૩. અર્થ પદાર્થ દ્રવ્યસ્વરૂપ છે; દ્રવ્યો ગુણાત્મક કહેવામાં આવ્યા છે, અને વળી દ્રવ્ય તથા ગુણોથી પર્યાયો થાય છે. પર્યાયમૂઢ જીવો પરસમય (અથ મિશ્રાદષ્ટિ) છે. जे पज्जएसु णिरदा जीवा परसमयिग त्ति णिद्दिट्ठा। आदसहावम्मि ठिदा ते सगसमया मुणेदव्वा ॥९४ ॥ પર્યાયમાં રત જીવ જે તે ‘પરસમય' નિર્દિષ્ટ છે; આત્મસ્વભાવે સ્થિત જે તે ‘સ્વકસમય”જ્ઞાતવ્ય છે. ૯૪. અર્થ જે જીવો પર્યાયોમાં લીન છે તેમને પરસમય કહેવામાં આવ્યા છે, જે જીવો આત્મસ્વભાવમાં સ્થિત છે તે સ્વસમય જાણવા. अपरिच्चत्तसहावेणुप्पादव्वयधुवत्तसंबद्धं । गुणवं च सपज्जायं जं तं दव्वं ति वुच्चंति ॥९५॥ છોડ્યા વિના જ સ્વભાવને ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્ત છે, વળી ગુણ ને પર્યય સહિત જે, ‘દ્રવ્ય ભાખ્યું તેહને. ૯૫. અર્થ સ્વભાવને છોડ્યા વિના જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસંયુક્ત છે તથા ગુણવાળું ને પર્યાય સહિત છે, તેને દ્રવ્ય કહે છે. सब्भावो हि सहावो गुणेहिं सगपज्जएहिं चित्तेहिं। दव्वस्स सव्वकालं उप्पादव्ययधुवत्तेहिं ॥ ९६ ॥ ઉત્પાદ-ધ્રૌવ્ય-વિનાશથી, ગુણ ને વિવિધ પર્યાયથી; અસ્તિત્વ દ્રવ્યનું સર્વદા જે, તેહ દ્રવ્યસ્વભાવ છે. ૯૬.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy