________________
૧૦૦
૭. બંધ અધિકાર
जह णाम को वि पुरिसो णेहब्भत्तो दुरेणुबहुलम्मि। ठाणम्मि ठाइदूण य करेदि सत्थेहिं वायामं ॥ २३७॥ छिंददि भिंददि य तदा तालीतलकयलिवंसपिंडीओ। सच्चित्ताचित्ताणं करेदि दव्वाणमुवघादं ॥ २३८॥ उवघादं कुव्वंतस्स तस्स णाणाविहेहिं करणेहिं। णिच्छयदो चिंतेज हु किंपच्चयगो दु रयबंधो॥ २३९ ॥ जो सो दु णेहभावो तम्हि णरे तेण तस्स रयबंधो। णिच्छयदो विण्णेयं ण कायचेट्टाहिं सेसाहिं ॥ २४०॥ एवं मिच्छादिट्ठी वटैतो बहुविहासु चेट्ठासु। रागादी उवओगे कुव्वंतो लिप्पदि रएण॥२४१॥ જેવી રીતે કો પુરુષ પોતે તેલનું મર્દન કરી, વ્યાયામ કરતો શસ્ત્રથી બહુ રજભર્યા સ્થાને રહી; ૨૩૭. વળી તાડ, કદળી, વાંસ આદિ છિન્નભિન્ન કરે અને ઉપઘાત તેહ સચિત્ત તેમ અચિત્ત દ્રવ્ય તણો કરે. ૨૩૮. બહુ જાતને કરણો વડે ઉપઘાત કરતા તેહને, નિશ્ચય થકી ચિંતન કરો; રજબંધ થાય શું કારણે? ૨૩૯. એમ જાણવું નિશ્ચય થકી -ચીકણાઈ જે તે નર વિષે રજબંધકારણ તે જ છે, નહિ કાયચેષ્ટા શેષ જે. ૨૪૦. ચેષ્ટા વિવિધમાં વર્તતો એ રીત મિથ્યાદષ્ટિ જે,
ઉપયોગમાં રાગાદિ કરતો રજ થકી લેપાય તે. ૨૪૧. અર્થ જેવી રીતે - કોઈ પુરુષ (પોતાના પર અર્થાત્ પોતાના શરીર પર) તેલ આદિ સ્નિગ્ધ પદાર્થ લગાવીને અને
બહુ રજવાળી (ધૂળવાળી) જગ્યામાં રહીને શસ્ત્રો વડે વ્યાયામ કરે છે, અને તાડ, તમાલ, કેળ, વાંસ,