SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ અશોક વગેરે વૃક્ષોને છેદે છે, ભેદે છે, સચિત્ત તથા અચિત્ત દ્રવ્યોનો ઉપઘાત (નાશ) કરે છે; એ રીતે નાના પ્રકારનાં કરણો વડે ઉપઘાત કરતાં તે પુરુષને રજનો બંધ (ધૂળનું ચોટવું) ખરેખર ક્યા કારણે થાય છે તે નિશ્ચયથી વિચારો. તે પુરુષમાં જે તેલ આદિનો જે ચીકાશભાવ છે તેનાથી તેને રજનો ધ થાય છે એમ નિશ્ચયથી જાણવું, શેષ કાયાની ચેષ્ટાઓથી નથી થતો. એવી રીતે-બહુ પ્રકારની ચેષ્ટાઓમાં વર્તતો મિથ્યાદષ્ટિ (પોતાના) ઉપયોગમાં રાગાદિ ભાવોને કરતો થકો કર્મરૂપી રજથી લેપાય છે - બંધાય છે. जह पुण सो चेव णरो हे सव्वम्हि अवणिदे संते। रेणुबहुलम्म ठाणे करेदि सत्थेहिं वायामं ॥ २४२ ॥ छिंददि भिंददि य तहा तालीतलकयलिवंसपिंडीओ । सच्चित्ताचित्ताणं करेदि उवघादं कुव्वंतस्स तस्स णाणाविहिं करणेहिं । णिच्छयदो चिंतेज्ज ह किंपच्चयगो ण रयबंधो ॥ २४४ ॥ જ્વાળમુવધાવું ॥ ૨૪૩ ॥ जो सो दुणेहभावो तम्हि णरे तेण तस्स रयबंधो। णिच्छयदो विण्णेयं ण कायचेट्ठाहिं सेसाहिं ॥ २४५ ॥ एवं सम्मादिट्ठी वट्टंतो बहुविहेसु जोगेसु । अकरंतो उवओगे रागादी ण लिप्पदि रएण ॥ २४६ ॥ જેવી રીતે વળી તે જ નર તે તેલ સર્વ દૂરે કરી, વ્યાયામ કરતો શસ્ત્રથી બહુ રજભર્યા સ્થાને રહી; ૨૪૨. વળી તાડ, કદળી, વાંસ આદિ છિન્નભિન્ન કરે અને ઉપઘાત તેહ ચિત્ત તેમ અચિત્ત દ્રવ્ય તણો કરે. ૨૪૩. બહુ જાતનાં કરણો વડે ઉપઘાત કરતા તેહને, નિશ્ચય થકી ચિંતન કરો, રજબંધ નહિ શું કારણે ? ૨૪૪. એમ જાણવું નિશ્ચય થકી-ચીકણાઈ જે તે નર વિષે રજબંધકારણ તે જ છે, નહિ કાયચેષ્ટા શેષ જે. ૨૪૫. યોગો વિવિધમાં વર્તતો એ રીત સમ્યગ્દષ્ટિ જે, રાગાદિ ઉપયોગે ન કરતો રજથી નવ લેપાય તે. ૨૪૬.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy