SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૧ એ અજ્ઞાનીની અનુકમ્પા છે. ક્રોધ, માન, માયા અને લોભના ઉદયથી ચિત્તનું ક્ષોભ જ ઉષતા છે. એના મંદ ઉદયથી ચિત્તની પ્રસન્નતા અકલુષતા” છે. પાપાસ્રવ : બહુ પ્રમાદવાળી ચર્યા, કલુષતા, વિષયો પ્રતિ લોલુપતા, પરનો પરિતાપ કરવો અને પરના અપવાદ બોલવાથી પાપનું આસ્રવ થાય છે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ આ ચાર સંજ્ઞાઓ, કષાયથી અનુરંજિત યોગ પ્રવૃત્તિ એ ત્રણ લેશ્યા, ઇન્દ્રિયવશતા, આર્ત-રૌદ્ર ધ્યાન, દુઃપ્રયુક્તજ્ઞાન અને મોહ પાપાસવના કારણ છે. મન-વચનકાય યોગ છે, મોહ-રાગ-દ્વેષ ભાવ છે. ૬) સંવર પદાર્થ: (ગાથા ૧૪૧ થી ૧૪૩) જેને સર્વ દ્રવ્યો પ્રતિ રાગ-દ્વેષ અને મોહ નથી, જે ઇન્દ્રિય કષાય અને સંજ્ઞાઓનો નિગ્રહ કરે છે એવા સુખ-દુઃખ પ્રતિ સમભાવવાળા ભિક્ષુને શુભ-અશુભ કર્મોનો આસ્રવ નથી હોતો - આ જ સંવર છે. ૭) નિર્જરા પદાર્થ: (ગાથા ૧૪૪ થી ૧૪૬) સંવર અને યોગથી યુક્ત જીવ બહુવિધ તપ કરે છે, આત્માને જાણીને જ્ઞાનને નિશ્ચલરૂપથી ધાવે છે, એ નિયમથી અનેક કર્મોની નિર્જરા કરે છે. નિર્જરાનો મુખ્ય હેતુ ધ્યાન જ છે. શુદ્ધ સ્વરૂપમાં અવિચલિત ચૈતન્ય પરિણતિ યથાર્થ ધ્યાન છે. આમાં મોહ-રાગ-દ્વેષ નથી. વૃદ્ધિ પામેલો શુદ્ધોપયોગ તે ભાવનિર્જરા ૮) બંધ પદાર્થ: (ગાથા ૧૪૭ થી ૧૪૯) જ્યારે આત્મા વિકારી થયો થકો શુભાશુભ ભાવને કરે છે, ત્યારે તે એ ભાવના નિમિત્તથી વિધવિધ પુદ્ગલ કર્મોથી બદ્ધ થાય છે. બંધનું બહિરંગ કારણ યોગ છે, કારણ કે એ પુદ્ગલોના ગ્રહણનો હેતુ છે; અંતરંગ કારણ જીવ ભાવ જ છે; કારણ કે એ વિશિષ્ટ શક્તિ અને સ્થિતિનો હેતુ છે. ચાર પ્રકારના હેતુ મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ, આઠ પ્રકારના કર્મોના કારણ કહેવામાં આવ્યા છે. આમાં પણ રાગાદિભાવ મુખ્ય છે કારણ કે એના અભાવમાં જીવ બંધાતો નથી. ૯) મોક્ષ પદાર્થ : (ગાથા ૧૫૦થી ૧૫૩) મોક્ષ બે પ્રકારનો છે. (૧) ભાવમોક્ષ અને (૨) દ્રવ્યમોક્ષ. જ્ઞાનીને આસવના હેતુ મોહ-રાગ-દ્વેષ ભાવનો અભાવ હોવાથી આ સવભાવનો અભાવ હોય છે, તેનાથી કર્મનો અભાવ હોય છે, તેનાથી જીવ-મુક્તિરૂપ ભાવમોક્ષ થાય છે. જે સર્વજ્ઞત્વ, સર્વદર્શિત્વ, અવ્યાબાધ, ઇન્દ્રિયવ્યાપારાતીત, અનંત સુખમય હોય છે. આ દ્રવ્યમોક્ષ હેતુભૂત છે. જે જીવ સંવરમય થયો થકો સર્વ કર્મોની નિર્જરા કરતો થકો વેદનીય, આયુ રહિત થઈને ભવને છોડે છે તેને દ્રવ્યમોક્ષ થાય છે. દ્રવ્યમોક્ષનો હેતુ પરમ નિર્જરા છે, જે માત્ર ધ્યાનથી થાય છે, શુદ્ધોપયોગથી જ થાય છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy