SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ સંસારી જીવ બે પ્રકારના છે. ભવ્ય અને અભિવ્ય. જે ભવિષ્યમાં મોક્ષ જશે એ ભવ્ય છે બાકીના અભવ્ય છે. જીવના ઉક્ત ભેદોમાં વ્યવહારનયથી કહેવામાં આવેલી ઇન્દ્રિયો અને છ પ્રકારના કાય જીવ નથી; પરંતુ તેમાં જે જ્ઞાન છે તે જ જીવ છે. જીવ જાણે-દેખે છે, સુખની ઇચ્છા કરે છે, દુઃખથી ડરે છે, શુભાશુભ ભાવને કરે છે અને તેનું ફળ ભોગવે છે. ૨) અજીવ પદાર્થ: (ગાથા ૧૨૪ થી ૧૩૦) જે જ્ઞાન અને ચેતનાથી રહિત છે તે અજીવ છે. અથવા જેને સુખ-દુઃખનું જ્ઞાન, હિતનો ઉદ્યમ, અહિતનો ભય નથી હોતો તે અજીવ છે. ચેતનતા રહિત હોવાથી પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ અજીવ છે. - જે સ્થાન, સંઘાત, વર્ણ, રસ, સ્પર્શ, ગંધ, શબ્દાદિ પર્યાયો થાય છે એ પુદ્ગલની બનેલી છે તથા અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, અશબ્દ, અનિદિષ્ટ-સંસ્થાન, ચેતના ગુણવાળો અને ઇન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય નથી તે જીવ છે. જીવ અને પુગલના સંયોગ પરિણામથી શેષ સાત પદાર્થ ઉત્પન્ન થાય છે; કારણ કે જીવ અને પુદ્ગલના પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક પરિણામ હોય છે. જીવથી સ્નિગ્ધ પરિણામ, એનાથી કર્મ, કર્મથી ગતિઓમાં મન, ગતિ પ્રાપ્તિથી દેહ, દેહથી ઇન્દ્રિયો, ઇન્દ્રિયોથી વિથ ગ્રહણ, તેનાથી રાગદ્વેષ, તેનાથી પુનઃ સ્નિગ્ધ પરિણામ - આ પ્રમાણે જીવનું સંસાર ચક્ર છે. ૩-૪) પુષ્ય-પાપ પદાર્થ: (ગાથા ૧૩૧ થી ૧૩૪) જીવના શુભ પરિણામ પુણ્ય છે અને અશુભ પરિણામ પાપ છે. જીવના આ બન્ને પ્રકારના ભાવોના નિમિત્તથી માતા-અશાતા વેદનીયાદિ પુદ્ગલકર્મ બંધાય છે; એટલે વ્યવહારથી જીવના કર્મ કહેવામાં આવે છે. કર્મ મૂર્ત છે, કારણ કે કર્મના ફળ સુખ-દુઃખાદિ મૂર્ત વિષયના આશ્રયથી મૂર્ત ઇન્દ્રિયો દ્વારા જ ભોગવી શકાય છે. મૂર્ત મૂર્તને સ્પર્શ કરે છે, મૂર્તિ મૂર્તિની સાથે બંધને પ્રાપ્ત થાય છે. અમૂર્ત જીવ મૂર્ત કર્મને અવગાહ આપે છે. આ પ્રમાણે મૂર્ત કર્મ જીવને અવગાહ આપે છે. ૫) આસ્રવ પદાર્થ: (ગાથા ૧૩૫-૧૪૦) આસ્રવ બે પ્રકારના છે. ૧) પુણ્યારાવ અને ૨) પાપાસવ. પુણ્યાસવ: પ્રશસ્ત રાગ, અનુકંપા પરિણતિ અને ચિત્તની અકલુષતા આ ત્રણ પરિણામોથી પુણ્યનો આસ્રવ થાય છે. અરિહંત, સિદ્ધ, સાધુઓ પ્રતિ ભક્તિ, ધર્મમાં યથાર્થ ચેષ્ટા અને ગુરુઓનું અનુગમન જ પ્રશસ્ત રાગ” છે. તૃષાતુર, ક્ષુધાતુર અથવા દુઃખીને જોઈને તેનો ઉપાય કરવાની ઇચ્છાથી ચિત્તમાં આકુળતા થવી
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy