SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ જેજ્ઞાન કેવળ તેજસુખ, પરિણામ પણ વળી તેજછે; ભાખ્યો ને તેમાં ખેદ જેથી ઘાતિકર્મ વિનષ્ટ છે. ૬૦. અર્થ : જે કેવળ' નામનું જ્ઞાન છે તે સુખ છે. પરિણામ પણ તે જ છે. તેને ખેદ કહ્યો નથી (અર્થાત્ કેવળજ્ઞાનમાં સર્વદેવે ખેદ કહ્યો નથી, કારણ કે ઘાતિકર્મો ક્ષય પામ્યા છે. णाणं अत्यंतगयं लोयालोएसु वित्थडा दिट्ठी। गट्ठमणिष्टुं सव्वं इ8 पुण जं तु तं लद्धं ॥६१॥ અર્થાન્તગત છે જ્ઞાન, લોકાલોકવિસ્તૃત દષ્ટિ છે; છે નષ્ટ સર્વ અનિષ્ટ ને જે ઇષ્ટ તે સૌ પ્રાપ્ત છે. ૬૧. અર્થ જ્ઞાન પદાર્થોના પારને પામેલું છે અને દર્શન લોકાલોકમાં વિસ્તૃત છે; સર્વ અનિષ્ટ નાશ પામ્યું છે અને જે ઇષ્ટ છે તે સર્વ પ્રાપ્ત થયું છે. (તેથી કેવળ અર્થાત્ કેવળજ્ઞાન સુખસ્વરૂપ છે.) णो सद्दहति सोक्खं सुहेसु परमं ति विगदघादीणं। सुणिदूण ते अभव्वा भव्वा वा तं पडिच्छंति ॥६२॥ સૂણી ધાતિકર્મવિહીનનું સુખ સૌ સુખે ઉત્કૃષ્ટ છે', શ્રદ્ધ ન તેહ અભવ્ય છે, ને ભવ્ય તે સંમત કરે. ૬૨. અર્થ જેમના ઘાતિકર્મો નાશ પામ્યા છે તેમનું સુખ (સર્વ) સુખોમાં પરમ અર્થાતું ઉત્કૃષ્ટ છે' એવું વચન સાંભળીને જેઓ તેને શ્રદ્ધતા નથી તેઓ અભવ્ય છે; અને ભવ્યો તેનો સ્વીકાર (-આદર, શ્રદ્ધા) કરે છે. मणुआसुरामरिंदा अहिदुदा इंदिएहिं सहजेहिं। असहंता तं दुक्खं रमंति विसएसु रम्मेसु ॥६३॥ સુર-અસુર-નરપતિ પીડિત વર્તે સહજ ઇંદ્રિયો વડે, નવ સહી શકે તે દુઃખ તેથી રમ્ય વિષયોમાં રમે. ૬૩. અર્થ મનુષ્યન્દ્રો, અસુરેન્દ્રો અને સુરેન્દ્રો સ્વાભાવિક (અર્થાતુ પરોક્ષજ્ઞાનવાળાઓને જે સ્વાભાવિક છે એવી) ઇન્દ્રિયો વડે પીડિત વર્તતા થકા તે દુઃખ નહિ સહી શકવાથી રમ્ય વિષયોમાં રમે છે. जेसिं विसएसु रदी तेसिं दुक्खं वियाण सब्भावं। जइ तं ण हि सब्भावं वावारो णत्थि विसयत्थं ॥६४॥
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy