SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ કહેવામાં આવ્યું છે. આ પ્રમાણે બીજાને મારવો, પર દ્વારા માર્યા જવું, પરઘાતક નામની પ્રકૃત્તિના કારણે થાય છે, એટલે જીવ ઉપઘાતક નથી, કારણ કે કર્મોએ જ કર્મોને માર્યા છે. આ પ્રમાણે જે શ્રમણ સાંખ્યમતની સમાન માને છે તો એના મતમાં જીવ અકારક સિદ્ધ થાય છે, ફળસ્વરૂપ જીવને કર્મોનો અભાવ સિદ્ધ થાય છે, કર્મોનો અભાવ થવાથી સંસારનો અભાવ થાય છે, જો કે તે પ્રત્યક્ષ વિરુદ્ધ છે. માટે ઉક્ત માનતા સાચી નથી. આત્માને આત્મદ્રવ્યનો કર્તા માનવો પણ યુક્તિસંગત નથી કારણ કે આત્મામાં શું કરવું? આત્મા તો નિત્ય અસંખ્યાતપ્રદેશી દ્રવ્ય છે, એમાં કાંઈ પણ ઓછું-વધારે નથી થઈ શકતું, એટલે એમાં કંઈ કરવાની કલ્પના કરવી મિથ્યા છે અથવા એમ કહેવામાં આવે છે કે જ્ઞાયકભાવ તો પોતાના જ્ઞાનસ્વભાવમાં સ્થિત રહે છે તો એનાથી પણ એ સિદ્ધ થાય છે કે આત્મા સ્વયં પોતાના આત્માને નથી કરતો. નિષ્કર્ષ કહી શકાય કે આત્માને કર્મનો સર્વથા અકર્તા અને કર્મને કર્મનો સર્વથા કર્તા માનવો ઉચિત નથી કારણ કે અજ્ઞાનદશામાં પોતાના અજ્ઞાન ભાવરૂપ કર્મનો કર્તા આત્મા છે. હવ ક્ષણિકવાદનો નિષેધ કરતાં આચાર્ય કહે છે કે જે ભોક્તા છે તે જ કર્તા છે અથવા બીજો જ કર્તા છે અથવા જે કર્યા છે તે જ ભોક્તા છે અથવા બીજો જ ભોક્તા છે. અથવા જે કર્યા છે તે ભોક્તા નથી અથવા બીજો કર્તા છે, બીજો ભોક્તા છે. આ પ્રમાણે એકાંત માન્યતા સાચી નથી કારણ કે જીવ કેટલી પણ પર્યાયોથી નષ્ટ થાય છે અને કેટલીય પર્યાયોથી નષ્ટ નથી થતો. એટલે ઉક્ત બધામાં સાદ્વાદ ઘટાડવામાં આવશે. ‘પર્યાય દૃષ્ટિથી એક પર્યાય કરે છે, બીજી પર્યાય ભોગવે છે કારણ કે પર્યાય ક્ષણિક છે અને દ્રવ્યદષ્ટિથી જે કરે છે તે જ ભોગવે છે કારણ કે દ્રવ્ય નિત્ય છે.' વ્યવહારનયથી જીવ પુદ્ગલ કર્મોને કરે છે, પુદ્ગલ કર્મોના ફળ ભોગવે છે, મન-વચન-કાયારૂપ કરણોને ગ્રહણ કરે છે અને એના દ્વારા કાર્ય કરે છે, પણ કોઈ સાથે તન્મય નથી થતો. નિશ્ચયનયથી જીવ પોતાના પરિણામરૂપ કર્મને કરે છે અને પરિણામરૂપ કર્મના ફળ ભોગવે છે. આ પરિણામોથી જીવ અનન્ય છે. આ પ્રમાણે સ્પષ્ટ છે કે વ્યવહારથી તો કર્તા-કર્મનો ભેદ છે, પરંતુ નિશ્ચયથી જે કર્યા છે તે જ કર્મ છે. નિશ્ચયનયથી પરદ્રવ્યોનું અને આત્માનું શેય-જ્ઞાયક, દશ્ય-દર્શક, ત્યાજ્ય-ત્યાજક આદિ સંબંધ નથી. જે પ્રમાણે નિશ્ચયથી સેટિકા(ખડી - કલઈ) પર(દિવાલ)ની નથી, સેટિકા તો સેટિકા જ છે, એ પ્રમાણે જ્ઞાયક પદ્રવ્યનો નથી, જ્ઞાયક તો જ્ઞાયક જ છે, દર્શક પરદ્રવ્યનો નથી, દર્શક તો દર્શક જ છે તથા જે પ્રમાણે વ્યવહારનયથી સેટિકા પોતપોતાના સ્વભાવથી પરદ્રવ્યોને સફેદ કરે છે, એ જ પ્રમાણે જ્ઞાતા પણ પદ્રવ્યને પોતાના સ્વભાવથી જાણે છે, જીવ પણ પોતાના સ્વભાવથી પરદ્રવ્યને દેખે છે, જ્ઞાતા પણ પોતાના સ્વભાવથી પરદ્રવ્યને છોડે છે અને સમ્યગ્દષ્ટિ પણ પોતાના સ્વભાવથી પરદ્રવ્યનું શ્રદ્ધાન કરે છે. રસંક્ષેપથી કહી શકાય કે શુદ્ધનયથી આત્મા ચેતનામાત્ર છે, જોવું ને જાણવું, શ્રદ્ધાન કરવું, નિવૃત્ત
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy