SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ જાણે નહિ યુગપદ ત્રિકાળિક ત્રિભુવનસ્થ પદાર્થને, તેને સપર્યય એક પણ નહિ દ્રવ્ય જાણવું શક્ય છે. ૪૮. અર્થ : જે એકી સાથે સૈકાલિક ત્રિભુવનસ્થ (-ત્રણે કાળના અને ત્રણે લોકના) પદાર્થોને જાણતો નથી, તેને પર્યાય સહિત એક દ્રવ્ય પણ જાણવું શક્ય નથી. दव्वं अणंतपज्जयमेगमणंताणि दव्वजादाणि। ण विजाणदि जदि जुगवं किध सो सव्वाणि जाणादि॥४९॥ જો એક દ્રવ્ય અનંતપર્યય તેમ દ્રવ્ય અનંતને યુગપદ ન જાણે જીવ, તો તે કેમ જાણે સર્વને? ૪૯. અર્થ : જો અનંત પર્યાયવાળા એક દ્રવ્યને (-આત્મદ્રવ્યને) તથા અનંત દ્રવ્યસમૂહને યુગપદ જાણતો નથી તો તે (પુરુષ) સર્વને (-અનંત દ્રવ્યસમૂહને) કઈ રીતે જાણી શકે? (અર્થાત્ જે આત્મદ્રવ્યને ન જાણતો હોય તે સમસ્ત દ્રવ્યસમૂહને ન જાણી શકે.) उप्पज्जदि जदिणाणं कमसो अट्टे पडुच्च णाणिस्स। तं व हवदि णिचं ण खाइगं णेव सव्वगदं ॥५०॥ જે જ્ઞાન જ્ઞાની'નું ઊપજે ક્રમશઃ અરથ અવલંબીને, તો નિત્ય નહિ, ક્ષાયિક નહિ ને સર્વગત નહિ જ્ઞાન એ. ૫૦. અર્થ : જે આત્માનું જ્ઞાન ક્રમશઃ પદાર્થોને અવલંબીને ઉત્પન્ન થતું હોય તો તે (જ્ઞાન) નિત્ય નથી, ક્ષાયિક નથી, સર્વગત નથી. तिकालणिञ्चविसमं सयलं सव्वत्थ संभवं चित्तं। जुगवं जाणदि जोण्हं अहो हि णाणस्स माहप्पं ॥५१॥ નિત્ય વિષમ, વિધવિધ, સકળ પદાર્થગણ સર્વત્રનો, જિનાજ્ઞાન જાણે યુગપદે, મહિમા અહો એ જ્ઞાનનો! ૫૧. અર્થ: ત્રણે કાળે સદાય વિષમ (અસમાન જાતિના), સર્વક્ષેત્રના અને અનેક પ્રકારના સમસ્ત પદાર્થોને જિનદેવનું જ્ઞાન યુગપદ્ જાણે છે. અહો! જ્ઞાનનું માહાત્મ! ण वि परिणमदि ण गेण्हदि उप्पज्जदि णेव तेसु अढेसु। जाणण्णवि ते आदा अबंधगो तेण पण्णत्तो॥५२॥
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy