SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૫ જ્ઞાનથી જ્ઞાનીનો ભેદ કરવામાં નથી આવતો, તે છતાં જ્ઞાનના અનેક ભેદ છે, એટલે આ અભિનિબોધક (મતિજ્ઞાન) આદિજ્ઞાન એક જ્ઞાની આત્મામાં જ સંભવ છે, કારણ કે દ્રવ્ય સહવર્તી અને કમવર્તી અનંતગુણો ને પર્યાયોનો આધાર હોવાના કારણે, અનંત રૂપવાળો હોવાથી, એક હોવા છતાં પણ વિશ્વરૂપ (અનેકરૂપ) કહેવામાં આવે છે. જો જ્ઞાનીને જ્ઞાનથી ભિન્ન માનવામાં આવે તો દ્રવ્ય ગુણોથી અને ગુણ દ્રવ્યથી ભિન્ન ભિન્ન માનવા પડશે, જો કે એવું માનવું સંભવ નથી, કારણ કે એવું માનવાથી કાં તો દ્રવ્યની અનંતતા થઈ જશે અથવા દ્રવ્યનો જ અભાવ થઈ જશે. આ રીતે દ્રવ્ય અને ગુણોને વિભક્તપણાથી અન્યપણું અને અનન્યપણે થઈને અવિભક્તપણાથી અનન્યપણું છે. દ્રવ્ય અને ગુણોમાં વ્યપદેશ, સંસ્થાન, સંખ્યા અને વિષયોની અપેક્ષા ભેદ હોવા છતાં પણ દ્રવ્ય અને ગુણોમાં અન્યપણું સિદ્ધ નથી કરી શકાતું, કારણ કે જે પ્રમાણે દ્રવ્ય-ગુણોનો અન્યપણામાં સંભવ છે, એ જ પ્રમાણે અનન્યપણામાં પણ થઈ શકે છે. એટલે આનાથી પણ દ્રવ્ય અને ગુણોમાં વસ્તુરૂપથી ભેદ સિદ્ધ નથી થતો, છતાં પણ જ્ઞાની અને જ્ઞાનને ભિન્ન કહે તો જ્ઞાની અને જ્ઞાન બન્ને જ અચેતન ઠરશે. - જ્ઞાનના સમવાયથી પણ આત્મા જ્ઞાની નથી, પરંતુ આત્મા અને જ્ઞાનનું એકત્વ છે, અભિન્નતા છે, પૃથ્થકતા નથી. અથવા જો સમવાયથી પણ જ્ઞાની માનવામાં આવે તો સમવર્તીપણું' જ સમવાય છે; એટલે સમવર્તીત્વરૂપ સમવાયવાળા દ્રવ્ય અને ગુણોમાં એકત્વ છે, પૃથ્થકત્વ નથી. અહીંયા આચાર્યએ ન્યાયદર્શનના સમવાય સંબંધ'નું ખંડન કર્યું છે, એટલે એ સમવાયથી તો આત્મા જ્ઞાની નથી, પરંતુ સમવાયની એમણે સ્વંય જ પરિભાષા આપી છે, એનાથી અવશ્ય જ આત્મા જ્ઞાની છે. જે પ્રમાણે વર્ણ, રસ, ગંધ, સ્પર્શ પરમાણુથી અભિન્ન પ્રદેશવાળા હોવાને કારણે અનન્ય હોવા છતાં પણ સંજ્ઞાદિવ્યપદેશના કારણભૂત વિશેષો દ્વારા અન્યત્વને પ્રકાશિત કરે છે. એ પ્રમાણે જ્ઞાન-દર્શન પણ આત્મદ્રવ્યથી અભિન્ન પ્રદેશવાળા હોવાને કારણે અનન્ય હોવા છતાં પણ, સંજ્ઞાદિવ્યપદેશને કારણભૂત વિશેષો દ્વારા પૃથ્થકપણાને પ્રાપ્ત થાય છે, પરંતુ સ્વભાવથી સદૈવ અપૃથ્થકપણાને જ ધારણ કરે છે. જીવમાં પાંચ ગુણ (ભાવ) પ્રધાનતાથી છે. (૧) પારિણામિક ભાવ (૪) ઔપથમિક ભાવ (૨) ક્ષાયિક ભાવ (૫) ક્ષાયોપથમિક ભાવ. (૩) ઔદયિક ભાવ
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy