SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ જે ઇન્દ્રિય, બળ, આયુ અને શ્વાસોચ્છવાસ - આ ચાર પ્રાણથી જીવે છે, જીવશે અને પૂર્વકાળમાં જીવતો હતો એ જીવ છે. મિથ્યાદર્શન, કષાય અને યોગ સહિત જીવ સંસારી હોય છે અને એનાથી રહિત જીવ સિદ્ધ હોય છે. જીવ દેહમાં રહે છે, સ્વદેહપ્રમાણ જ સ્વપ્રદેશો દ્વારા એમાં વ્યાપ્ત થાય છે અને કર્મોથી મલિન હોવાથી દેહથી દેહાંતર ધારણ કરતો આ સંસારમાં ચારગતિમાં ભ્રમણ કરે છે. આ પ્રમાણે શરીરમાં રહેતો થકો પણ શરીરની સાથે એકત્વને પ્રાપ્ત નથી થતો. જો કે સિદ્ધાત્માને કર્મ દ્વારા ઉત્પન્ન દ્રવ્યપ્રાણ-ધારણરૂપ જીવત્વ નથી તો પણ શુદ્ધ ચેતના ભાવરૂપ પ્રાણોથી યુક્ત હોવાથી એનો સર્વથા અભાવ પણ નથી. દેહ રહિત, વચનગોચરાતીત સિદ્ધ ભગવાન કોઈ પણ કારણથી ઉત્પન્ન નથી થતાં, એટલે કાર્ય નથી અને કોઈને પણ ઉત્પન્ન પણ નથી કરતાં એટલે કારણ પણ નથી. એ તો બધા દ્રવ્યકર્મ-ભાવકર્મરૂપ બન્ને કર્મોનો ક્ષય કરીને પોતાને સિદ્ધરૂપથી ઉત્પન્ન કરે છે. મોક્ષમાં જીવનો સભાવ છે એ સિદ્ધ કરતાં આચાર્ય કહે છે કે જો મોક્ષમાં જીવનો સદ્ભાવન હોય તો શાશ્વત-નાશવંત, ભવ્ય-અભવ્ય, શૂન્ય-અશૂન્ય, વિજ્ઞાન-વિજ્ઞાન જીવદ્રવ્યમાં ઘટિત નહીં થઈ શકે; એટલે મોક્ષમાં જીવનો અભાવ નથી થતો. | ત્રિવિધ ચેતકભાવ દ્વારા એક જીવરાશિ કર્મોના ફળને, એક જીવરાશિ કર્મને અને એક જીવરાશિ જ્ઞાનને વેદે છે. ઉદાહરણ માટે પાંચ પ્રકારના સ્થાવર જીવ અવ્યક્ત સુખ-દુઃખાનુભવરૂપ કર્મફળને વેદે છે (અનુભવે છે), બેઈન્દ્રિયાદિ ત્રસ જીવ એ જ કર્મને ઇચ્છાપૂર્વક વિકલ્પરૂપ (કર્મફળને) કાર્યસહિત વેદે છે અને જે પ્રાણોને અતિક્રમ કરી ગયા છે, એવા પરિપૂર્ણ જ્ઞાનવંત સિદ્ધ જ્ઞાનને વેદે છે - ચેતે છે - અનુભવે છે. જીવની સાથે સર્વકાળ અનન્યરૂપથી વિદ્યમાન પરિણામ ઉપયોગ છે. આ બે પ્રકારનું છે. ૧) જ્ઞાનોપયોગ ૨) દર્શનોપયોગ. જ્ઞાનોપયોગ આઠ પ્રકારનું છે. (૧) મતિજ્ઞાન (૫) કેવળજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૬) કુમતિજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૭) કુશ્રુતજ્ઞાન (૪) મન:પર્યયજ્ઞાન (૮) વિર્ભાગજ્ઞાન-કુઅવધિજ્ઞાન. દર્શનોપયોગના ચાર પ્રકાર છે. (૧) ચક્ષુદર્શન (૩) અવધિદર્શન (૨) અચક્ષુદર્શન (૪) કેવળદર્શન.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy