SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૫ અર્થ : જેમ જગતમાં પાણી માછલાંઓને ગમનમાં અનુગ્રહ કરે છે, તેમ ધર્મદ્રવ્ય જીવ-પુદ્ગલોને ગમનમાં અનુગ્રહ કરે છે (-નિમિત્તભૂત હોય છે) એમ જાણો. जह हवदि धम्मदव्वं तह तं जाणेह दव्वमधमक्खं । ठिदिकिरियाजुत्ताणं कारणभूदं तु पुढवीव ।। ८६ ।। જ્યમ ધર્મનામક દ્રવ્ય તેમ અધર્મનામક દ્રવ્ય છે; પણ દ્રવ્ય આ છે પૃથ્વી માફક હેતુ થિતિપરિણમિતને. ૮૬. અર્થ : જેમ ધર્મદ્રવ્ય છે તેમ અધર્મ નામનું દ્રવ્ય પણ જાણો; પરંતુ તે (ગતિક્રિયાયુક્તને કારણભૂત હોવાને બદલે)સ્થિતિક્રિયાયુક્તને પૃથ્વીની માફક કારણભૂત છે (અર્થાત્ સ્થિતિક્રિયાપરિણત જીવ-પુદ્ગલોને નિમિત્તભૂત છે). जादो अलोगलोगो जेसिं सब्भावदो य गमणठिदी | दो व मया विभत्ता अविभत्ता लोयमेत्ता य ॥ ८७ ॥ ધર્માધરમ હોવાથી લોક-અલોક ને સ્થિતિગતિ બને; તે ઉભય ભિન્ન-અભિન્ન છે ને સકળલોકપ્રમાણ છે. ૮૭. અર્થ : (જીવ-પુદ્ગલની) ગતિ-સ્થિતિ તથા અલોક ને લોકનો વિભાગ, તે બે દ્રવ્યોના સદ્ભાવથી થાય છે. વળી તે બન્ને વિભક્ત, અવિભક્ત અને લોકપ્રમાણ કહેવામાં આવ્યા છે. णय गच्छदि धम्मत्थी गमणं ण करेदि अण्णदवियस्स । हवदि गदि स्स प्पसरो जीवाणं पुग्गलाणं च ॥ ८८ ॥ ધર્માસ્તિ ગમન કરે નહીં, ન કરાવતો પરદ્રવ્યને; જીવ-પુદ્ગલોના ગતિપ્રસાર તણો ઉદાસીન હેતુ છે. ૮૮. અર્થ :ધર્માસ્તિકાય ગમન કરતો નથી અને અન્ય દ્રવ્યને ગમન કરાવતો નથી; તે, જીવો તથા પુદ્ગલોને (ગતિ પરિણામમાં આશ્રયમાત્રરૂપ હોવાથી) ગતિનો ઉદાસીન પ્રસારનાર (અર્થાત્ ગતિપ્રસારમાં ઉદાસીન નિમિત્તભૂત) છે. विज्जदि जेसिं गमणं ठाणं पुण तेसिमेव संभवदि । ते सगपरिणामेहिं दु गमणं ठाणं च कुव्वंति ॥ ८९ ॥ σε રે ! જેમને ગતિ હોય છે, તેઓ જ વળી સ્થિર થાય છે; તે સર્વ નિજ પરિણામથી જ કરે ગતિસ્થિતિભાવને. ૮.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy