SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ અર્થ તે પરમાણુ એક રસવાળો, એક વર્ણવાળો, એક ગંધવાળો તથા બે સ્પર્શવાળો છે, શબ્દનું કારણ છે, અશબ્દ છે અને સ્કંધની અંદર હોય તો પણ (પરિપૂર્ણ સ્વતંત્ર) દ્રવ્ય છે એમ જાણો. उवभोज्जमिंदिएहि य इंदियकाया मणो य कम्माणि। जं हवदि मुत्तमण्णं तं सव् पुग्गलं जाणे ॥८२॥ ઇંદ્રિય વડે ઉપભોગ્ય, ઇંદ્રિય, કાય, મન, ને કર્મ જે, વળી અન્ય જે કંઈ મૂર્ત તે સઘળું ય પુદ્ગલ જાણજે. ૮૨. અર્થ ઇંદ્રિયો વડે ઉપભોગ્ય વિષયો, ઇંદ્રિયો, શરીર, મન, કર્મો અને બીજું જે કાંઈ મૂર્ત હોય તે સઘળું પુદ્ગલ જાણો. धम्मत्थिकायमरसं अवण्णगंधं असद्दमप्फासं। लोगागाढं पुढे पिहुलमसंखादियपदेसं ॥ ८३॥ ધર્માસ્તિકાય અવર્ણગંધ, અશબ્દરસ, અસ્પર્શ છે; લોકાવગાહી, અખંડ છે, વિસ્તૃત, અસંખ્યપ્રદેશ. ૮૩. અર્થ ધર્માસ્તિકાય અસ્પર્શ, અરસ, અગંધ, અવર્ણ અને અશબ્દ છે; લોકવ્યાપક છે; અખંડ, વિશાળ અને અસંખ્યાતપ્રદેશ છે. अगुरुलघुगेहिं सया तेहिं अणंतेहिं परिणदं णिचं । गदिकिरियाजुत्ताणं कारणभूदं सयमकजं ॥८४॥ જે અગુરુલઘુક અનંત તે-રૂપ સર્વદા એ પરિણમે, છે નિત્ય, આપ અકાર્ય છે, ગતિપરિણમિત ને હેતુ છે. ૮૪. અર્થ તે (ધમસ્તિકાય) અનંત એવા જે અગુરુલઘુ (ગુણો, અંશો) તે-રૂપે સદા પરિણમે છે, નિત્ય છે, ગતિક્રિયાયુક્તને કારણભૂત (નિમિત્તરૂપ) છે અને પોતે અકાર્ય છે. उदयं जह मच्छाणं गमणाणुग्गहकरं हवदि लोए। तह जीवपुग्गलाणं धम्मं दव्वं वियाणाहि ॥ ८५ ॥ જ્યમ જગતમાં જળ મીનને અનુગ્રહ કરે છે ગમનમાં, ત્યમ ધર્મ પણ અનુગ્રહ કરે જીવ-પુગલોને ગમનમાં. ૮૫.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy