SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧ શ્રી પંચાસ્તિકાયસંગ્રહ ભૂમિકાઃ આ સંગ્રહમાં કાળ સહિત પાંચ અસ્તિકાયોનું(અર્થાત્ છ દ્રવ્યોનું) અને નવ પદાર્થપૂર્વક મોક્ષમાર્ગનું નિરૂપણ છે. આ પંચાસ્તિકાયસંગ્રહ પરમાગમ શરૂ કરતાં શાસ્ત્રકર્તાએ તેને ‘સર્વજ્ઞ મહામુનિના મુખથી કહેવાયેલા પદાર્થોનું પ્રતિપાદ્ધ, ચતુર્ગતિનાશક અને નિર્વાણનું કારણ’ કહ્યું છે. તેમાં કહેલાં વસ્તુતત્ત્વનો સાર આ પ્રમાણે છે. ૧. વિશ્વ એટલે અનાદિ-અનંત સ્વયંસિદ્ધ સત્ એવી અનંતાનંત વસ્તુઓનો સમુદાય. તેમાંની પ્રત્યેક વસ્તુ અનુત્પન્ન અને અવિનાશી છે. પ્રત્યેક વસ્તુમાં અનંત શક્તિઓ અથવા ગુણો છે, જે ત્રિકાળિક નિત્ય છે. પ્રત્યેક વસ્તુ પ્રતિક્ષણ પોતામાં પોતાનું કાર્ય કરતી હોવા છતાં અર્થાત્ નવીન દશાઓ - અવસ્થાઓ - પર્યાયો ધરતી હોવા છતાં તે પર્યાયો એવી મર્યાદામાં રહીને થાય છે કે વસ્તુ પોતાની જાતને છોડતી નથી. અર્થાત્ તેની શક્તિઓમાંથી એક પણ વધતી-ધટતી નથી. વસ્તુઓની (દ્રવ્યોની) ભિન્ન ભિન્ન શક્તિઓની અપેક્ષાએ તેમની (દ્રવ્યોની) છ જાતિઓ છે : જીવદ્રવ્ય, પુદ્ગલદ્રવ્ય, ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય અને કાળદ્રવ્ય. જેનામાં સદા જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ વગેરે અનંત ગુણો (શક્તિ) હોય છે તે જીવદ્રવ્ય છે; જેનામાં સદા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરે અનંત ગુણો હોય છે તે પુગલદ્રવ્ય છે; બાકીના ચાર દ્રવ્યોના વિશિષ્ટ ગુણો અનુક્રમે ગતિ હેતુત્વ, સ્થિતિ હેતુત્વ, અવગાહહેતુત્વ અને વર્તના હેતુત્વ છે. આ છ દ્રવ્યોમાં પહેલાં પાંચ દ્રવ્યો સત્ હોવાથી તેમ જ શકિત તેમ જ વ્યક્તિ અપેક્ષાએ મોટા ક્ષેત્રવાળા હોવાથી અસ્તિકાય છે; કાળદ્રવ્ય “અસ્તિ છે પણ કાર્ય નથી. જિનેન્દ્રના જ્ઞાનદર્પણમાં ઝળકતાં આ સર્વ દ્રવ્યો – અનંત જીવદ્રવ્યો, અનંતાનંત પુદગલ દ્રવ્યો, એક ધર્મદ્રવ્ય, એક અધર્મદ્રવ્ય, એક આકાશદ્રવ્ય અને અસંખ્ય કાળદ્રવ્યો - સ્વયં પરિપૂર્ણ છે અને અન્ય દ્રવ્યોથી તદ્ન સ્વતંત્ર છે; તેઓ એકબીજા સાથે કદી પરમાર્થે મળતા નથી, ભિન્ન જ રહે છે. દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક, એકેન્દ્રિય, હીન્દ્રિય વગેરે જીવોમાં જીવ-પુદ્ગલ જાણે કે મળી ગયાં હોય એમ લાગે છે પણ ખરેખર એમ નથી; તેઓ તદ્દન પૃથક છે. સર્વ જીવો અનંત જ્ઞાનસુખના નિધિ હોવા છતાં, પર દ્વારા તેમને કાંઈ સુખદુઃખ નહિ થતું હોવા છતાં, સંસારી અજ્ઞાની જીવ અનાદિ કાળથી સ્વત અજ્ઞાન પર્યાયે પરિણમી પોતાના જ્ઞાનાનંદ સ્વભાવને, પરિપૂર્ણતાને, સ્વાતંત્રને અને અસ્તિત્વને પણ ભૂલી રહ્યો છે તથા પરપદાર્થોને સુખદુઃખના કારણ માની તેમના પ્રત્યે રાગ-દ્વેષ કર્યા કરે છે; જીવના આવા ભાવોના નિમિત્તે પુલો સ્વતઃ જ્ઞાનાવરણાદિ કર્મપર્યાય પરિણમી જીવની સાથે સંયોગમાં આવે છે અને તેથી અનાદિ કાળથી જીવને પૌદ્ગલિક દેહનો સંયોગ થયા કરે છે. પરંતુ જીવ અને દેહના સંયોગમાં પણ જીવ ને પુદ્ગલ દ્ગ પૃથક છે અને તેમના કાર્યો પણ એકબીજાથી તદ્ન ભિન્ન ને નિરપેક્ષ છે એમ જિનેન્દ્રોએ જોયું છે, સમ્યજ્ઞાનીઓએ જાણ્યું છે અને અનુમાનગમ્ય પણ છે. જીવ કેવળ ભ્રાંતિને લીધે જ દેહની
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy