SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ દશાથી અને ઇટાનિષ્ટ પર પદાર્થોથી પોતાને સુખીદુઃખી માને છે, વાસ્તવમાં પોતાના સુખગુણની વિકારી પર્યાયે પરિણમી તે અનાદિ કાળથી દુઃખી થઈ રહ્યો છે. જીવદ્રવ્ય-ગુણે સદા શુદ્ધ હોવા છતાં તે પર્યાય અપેક્ષાએ શુભાશુભભાવરૂપે, દેશશુદ્ધિરૂપે, શુદ્ધિની વૃદ્ધિરૂપે અને પૂર્ણ શુ ધરૂપે પરિણમે છે તથા તે ભાવોના નિમિત્તે શુભાશુભ પુદ્ગલકર્મોનું આસ્રવણ અને બંધન તથા તેમનું અટકવું, ખરવું અને સર્વથા છૂટવું થાય છે. આ ભાવો સમજવા માટે જિનેન્દ્ર ભગવંતોએ નવ પદાર્થો ઉપદેશ્યા છે. આ નવ પદાર્થો સમપણે સમજવાથી, જીવને શું હિતરૂપ છે, શું અહિતરૂપ છે, શાશ્વત પરમ હિત પ્રગટ કરવા જીવે શું કરવું જોઈએ, પરપદાર્થો સાથે પોતાને શું સંબંધ છે - ઇત્યાદિ વાતો યથાર્થપણે સમજાય છે અને પોતાનું સુખ પોતામાં જ જાણી, પોતાના સર્વ પર્યાયોમાં પણ જ્ઞાનાનંદ સ્વભાવી જીવદ્રવ્ય સામાન્ય સદા એકરૂપ જાણી, તે અનાદિ-અપ્રાપ્ય એવા કલ્યાણબીજ સમ્યજ્ઞાન તથા સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. તે પ્રાપ્ત થતાં જીવ પોતાને દ્રવ્ય અપેક્ષાએ કૃતકૃત્ય જાણે છે અને તે કૃતકૃત્ય દ્રવ્યનો આશ્રય કરવાથી જ શાશ્વત સુખની પ્રાપ્તિ - મોક્ષ - થાય છે એમ સમજે છે. ૪. સમ્યગ્દર્શન પ્રાપ્ત થતાં જીવને શુદ્ધાત્મદ્રવ્યનું જે અલ્પ આલંબન થયું હોય છે તે વધતાં અનુક્રમે દેશવિરત શ્રાવકપણું અને મુનિપણું પ્રાપ્ત થાય છે. શ્રાવકને તથા મુનિને શુદ્ધાત્મદ્રવ્યના મધ્યમ આલંબનરૂપ આંશિક શુદ્ધિ હોય છે તે કર્મના અટકવાનું ને ખરવાનું નિમિત્ત થાય છે અને જે અશુદ્ધિરૂપ અંશ હોય છે તે શ્રાવકને દેશવ્રતાદિરૂપે તથા મુનિને મહાવ્રતાદિરૂપે દેખાવ દે છે, જે કર્મબંધનું નિમિત્ત થાય છે. ક્રમે ક્રમે તે જીવ જ્ઞાનાનંદ સ્વભાવી શુદ્ધાત્મદ્રવ્યને અતિ ઉગ્રપણે અવલંબી, સર્વ વિકલ્પોથી છૂટી, સર્વરાગ-દ્વેષ રહિત થઈ, કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી, આયુષ્ય પૂર્ણ થતાં દેહાદિ સંયોગોથી વિમુક્ત થઈ, સદાકાળ પરિપૂર્ણ જ્ઞાનદર્શનરૂપે અને અતીન્દ્રિય અનંત અવ્યાબાધ આનંદરૂપે રહે છે. આ, ભગવાન શ્રી કુંદકુંદાચાર્યે પંચાસ્તિકાયસંગ્રહ શાસ્ત્રમાં પરમ કરુણાબુદ્ધિથી પ્રસિદ્ધ કરેલા વસ્તુતત્ત્વનો સંક્ષિપ્ત સાર છે. તેમાં જે રીતે વર્ણવી તે સિવાય બીજી કોઈ રીતે જીવ અનાદિ કાળના ભયંકર દુઃખથી છૂટી શકતો નથી. જ્યાં સુધી વસ્તુસ્વરૂપ જીવના ખ્યાલમાં આવતું નથી ત્યાં સુધી બીજા લાખ પ્રયત્ન પણ તેને મોક્ષનો ઉપાય હાથ લાગતો નથી. તેથી જ આ શાસ્ત્રને વિષે પ્રથમ પંચાસ્તિકાય અને નવ પદાર્થોનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે કે જેથી જીવ વસ્તુસ્વરૂપને સમજી મોક્ષમાર્ગના મૂળભૂત સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય. અસ્તિકાયો અને પદાર્થોના નિરૂપણ પછી આ શાસ્ત્રમાં મોક્ષમાર્ગ સૂચક ચૂલિકા છે. આ અંતિમ અધિકાર, શાસ્ત્રરૂપી મંદિર ઉપર રત્નકળશ સમાન શોભે છે. અધ્યાત્મ રસિક આત્માર્થી જીવોને આ અતિ પ્રિય અધિકાર છે. તેમને આ અધિકારનો રસાસ્વાદ લેતાં જાણે કે તૃપ્તિ થતી જ નથી. તેમાં મુખ્યત્વે વીતરાગ ચારિત્રનું - રવસમયનું - શુદ્ધ મુનિદશાનું - પારમાર્થિક મોક્ષમાર્ગનું ભાવવાહી મધુર પ્રતિપાદન છે, તેમ જ મુનિને રાગ ચારિત્રની દશામાં આંશિક શુદ્ધિની સાથે સાથે કેવા શુભ ભાવોનો સુમેળ અવશ્ય હોય જ છે તેનો પણ સ્પષ્ટ નિર્દેશ છે. જેમના હૃદયમાં વીતરાગતાની ભાવના ધોળાયા કરે છે એવા શાસ્ત્રકાર અને ટીકાકા મુનિન્દ્રોએ આ અધિકારમાં જાણે શાંત વીતરાગ રસની સરિતા વહાવી છે. ધીર ગંભીર
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy