________________
૨. યતીશ્વર (શ્રી કુંદકુંદ સ્વામી) રજસ્થાન ભૂમિતળને છોડીને ચાર આંગળ ઊંચે આકાશમાં ચાલતા હતા
તે દ્વારા હું એમ સમજું છું કે તેઓશ્રી અંદરમાં તેમજ બહારમાં રજથી (પોતાનું) અત્યંત અસ્પષ્ટપણે વ્યક્ત કરતાં હતાં (અંદરમાં તેઓ રાગાદિક મળથી અસ્પષ્ટ હતાં અને બહારમાં ધૂળથી અસ્પષ્ટ હતાં).
(-વિધ્યગિરિ - શિલાલેખ) ૩. મહાવિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકર દેવ શ્રી સીમંધર સ્વામી પાસેથી મળેલાં દિવ્યજ્ઞાન વડે શ્રી કુંદકુંદાચાર્યદિવે બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત?
(-દર્શનસાર) ૪. હે કુંદકુંદાદિ આચાર્યો ! તમારા વચનો પણ સ્વરૂપ અનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયા છે, તે માટે તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.
(-શ્રીમદ્ રાજચંદ્ર) ૫. “હું તો એમનો દાસનો દાસ છું.”
(-પૂ. કાનજી સ્વામી)