________________
૧૨૦ अण्णाणी कम्मफलं पयडिसहावट्ठिदो दु वेदेदि। णाणी पुण कम्मफलं जाणदि उदिदं ण वेदेदि ॥ ३१६॥ અજ્ઞાની વેદે કર્મફળ પ્રકૃતિસ્વભાવે સ્થિત રહી,
ને જ્ઞાની તો જાણે ઉદયગત કર્મફળ, વેદે નહીં. ૩૧૬. અર્થ : અજ્ઞાની પ્રકૃતિના સ્વભાવમાં સ્થિત રહ્યો થકો કર્મફળને વેદે (ભોગવે) છે અને જ્ઞાની તો ઉદિત (ઉદયમાં આવેલા) કર્મફળને જાણે છે, વેદતો નથી.
ण मुयदि पयडिमभव्वो सुट्ठ वि अज्झाइदूण सत्थाणि। गुडदुद्धं पि पिबंता ण पण्णया णिव्विसा होति ॥ ३१७॥ સુરીતે ભણીને શાસ્ત્ર પણ પ્રકૃતિ અભવ્ય નહીં તજે,
સાકરસહિત ક્ષીરપાનથી પણ સર્પ નહિ નિર્વિષ બને. ૩૧૭. અર્થ સારી રીતે શાસ્ત્રો ભણીને પણ અભવ્ય પ્રકૃતિને (અર્થાત્ પ્રકૃતિના સ્વભાવને) છોડતો નથી, જેમ સાકરવાળું દૂધ પીતાં છતાં સર્પો નિર્વિષ થતા નથી.
णिव्वेयसमावण्णो णाणी कम्मप्फलं वियाणेदि। महुरं कडुयं बहुविहमवेयओ तेण सो होइ॥ ३१८॥ નિર્વેદને પામેલ જ્ઞાની કર્મફળને જાણતો,
-કડવા મધુર બહુવિધને, તેથી અવેક છે અહો! ૩૧૮. અર્થ નિર્વેદપ્રાસ (વૈરાગ્યને પામેલો) જ્ઞાની મીઠા-કડવા બહુવિધ કર્મફળને જાણે છે તેથી તે અવેદક છે.
ण वि कुव्वइ ण वि वेयइ णाणी कम्माई बहुपयाराई। जाणइ पुण कम्मफलं बंधं पुण्णं च पावं च ॥ ३१९ ॥ કરતો નથી, નથી વેદતો જ્ઞાની કરમ બહુવિધને,
બસ જાણતો એ બંધ તેમ જ કર્મફળ શુભ-અશુભને. ૩૧૯. અર્થ જ્ઞાની બહુ પ્રકારના કર્મોને કરતો પણ નથી, વેદતો (ભોગવતો) પણ નથી, પરંતુ પુણ્ય અને પાપરૂપ કર્મબંધને તથા કર્મફળને જાણે છે.
दिट्ठी जहेव णाणं अकारयं तह अवदेयं चेव। जाणइ य बंधमोक्खं कम्मुदयं पिज्जरं चेव ॥ ३२०॥