SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ વળી તેમનો પણ વર્ણવ્યો આ ભેદ તેર પ્રકારનો, -મિથ્યાત્વથી આદિ કરીને ચરમ ભેદ સયોગીનો. ૧૧૦. પુદ્ગલકરમના ઉદયથી ઉત્પન્ન તેથી અજીવ આ, તે જો કરે કર્મો ભલે, ભોક્તાય તેનો જીવ ના. ૧૧૧. જેથી ખરે “ગુણ” નામના આ પ્રત્યયો કર્મો કરે, તેથી અકર્તા જીવ છે, ગુણો’ કરે છે કર્મને. ૧૧૨. અર્થ ચાર સામાન્ય પ્રત્યયો નિશ્ચયથી બંધના કર્તા કહેવામાં આવે છે - મિથ્યાત્વ, અવિરમણ તથા કષાય અને યોગ (એ ચાર)જાણવા. અને વળી તેમનો, આ તેર પ્રકારનો ભેદ કહેવામાં આવ્યો છે – મિથ્યાદષ્ટિ (ગુણસ્થાન)થી માંડીને સયોગકેવળી(ગુણસ્થાન)ના ચરમ સમય સુધીનો, આ (પ્રત્યયો અથવા ગુણસ્થાન) કે જેઓ નિશ્ચયથી અચેતન છે કારણ કે પુગલકર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે તેઓ જો કર્મ કરે તો ભલે કરે; તેમનો(કર્મોનો) ભોક્તા પણ આત્મા નથી. જેથી આ ગુણ” નામના પ્રત્યયો કર્મ કરે છે તેથી જીવ તો કર્મનો અકર્તા છે અને ગુણો’ જ કર્મોને કરે છે. ૧. પ્રત્યયો = કર્મબંધના કારણો અર્થાત્ આસ્રવો. जह जीवस्स अणण्णुवओगो कोहो वि तह जदि अणण्णो। जीवस्साजीवस्स य एवमणण्णत्तमावण्णं ॥११३॥ एवमिह जो दु जीवो सो चेव दुणियमदो तहाऽजीवो। अयमेयत्ते दोसो पञ्चयणोकम्मकम्माणं ॥११४॥ अह दे अण्णो कोहो अण्णुवओगप्पगो हवदि चेदा। जह कोहो तह पच्चय कम्मं णोकम्ममवि अण्णं ॥११५॥ ઉપયોગ જેમ અનન્ય જીવનો, ક્રોધ તેમ અનન્ય જો, તો દોષ આવે જીવ તેમ અજીવના એકત્વનો. ૧૧૩. તો જગતમાં જે જીવ તે જ અજીવ પણ નિશ્ચય કરે; નોકર્મ, પ્રત્યય, કર્મના એક્વમાં પણ દોષ એ. ૧૧૪. જો ક્રોધ એ રીત અન્ય, જીવ ઉપયોગઆત્મક અન્ય છે, તો ક્રોધવત, નોકર્મ, પ્રત્યય, કર્મ તે પણ અન્ય છે. ૧૧૫.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy