SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ અર્થ : જેમ જીવને ઉપયોગ અનન્ય અર્થાત્ એકરૂપ છે તેમ જો ક્રોધ પણ અનન્ય હોય તો એ રીતે જીવને અને અજીવને અનન્યપણું આવી પડ્યું. એમ થતાં, આ જગતમાં જે જીવ છે તે જ નિયમથી તેવીજ રીતે અજીવ ઠર્યો; (બન્નેનું અનન્યપણું હોવામાં આ દોષ આવ્યો;) પ્રત્યય, નોકર્મ અને કર્મના એકપણામાં અર્થાત્ અનન્યપણામાં પણ આ જ દોષ આવે છે. હવે જો (આ દોષના ભયથી) તારા મતમાં ક્રોધ અન્ય છે અને ઉપયોગસ્વરૂપ આત્મા અન્ય છે, તો જેમ ક્રોધ તેમ પ્રત્યયો કર્મ અને નોકર્મ પણ આત્માથી અન્ય જ છે. जीवे ण सयं बद्धं ण सयं परिणमदि कम्मभावेण। जदि पोग्गलदव्वमिणं अप्परिणामी तदा होदि॥ ११६ ॥ कम्मइयवग्गणासु य अपरिणमंतीसु कम्मभावेण। संसारस्स अभावो पसज्जदे संखसमओ वा॥११७॥ जीवो परिणामयदे पोग्गलदव्वाणि कम्मभावेण। ते सयमपरिणमंते कहं णु परिणामयदि चेदा॥११८॥ अह सयमेव हि परिणमदि कम्मभावेण पोग्गलं दव्वं ।' जीवो परिणामयदे कम्मं कम्मत्तमिदि मिच्छा ॥११९ ॥ णियमा कम्मपरिणदं कम्मं चिय होदि पोग्गलं दव्वं । तह तं णाणावरणाइपरिणदं मुणसु तच्चेव ॥१२० ।। જીવમાં સ્વયં નહિ બદ્ધ, ન સ્વયં કર્મભાવે પરિણમે, તો એવું પુદ્ગલદ્રવ્ય આ પરિણમનહીન બને અરે! ૧૧૬. જો વર્ગણા કામણ તણી નહિ કર્મભાવે પરિણમે, સંસારનો જ અભાવ અથવા સમય સાંખ્ય તણો ઠરે ! ૧૧૭. જો કર્મભાવે પરિણાવે જીવ પુદ્ગલદ્રવ્યને, ક્યમ જીવ તેને પરિણાવે જે સ્વયં નહિ પરિણમે? ૧૧૮. સ્વયમેવ પુદ્ગલદ્રવ્ય વળી જો કર્મભાવે પરિણમે, જીવ પરિણાવે કર્મને કર્મત્વમાં-મિથ્યા બને. ૧૧૯. પુદ્ગલદરવ જે કર્મપરિણત, નિશ્ચય કર્મ જ બને; જ્ઞાનાવરણઈત્યાદિપરિણત, તે જ જાણો તેહને. ૧૨૦
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy