________________
૪૭૩
જ્યમ 'ગર્ભગૃહમાં પવનની બાધા રહિત દીપક બળે,
તે રીત રાગાનિલવિવર્જિત ધ્યાનદીપક પણ જળે. ૧૨૩. ૧. ગર્ભગૃહ = મકાનની અંદરનો ભાગ.
૨. રાગાનિલવિવર્જિત = રાગરૂપી પવન રહિત.
झायहि पंच वि गुरवे मंगलचउसरणलोयपरियरिए । रसुरखेयरमहिए आराहणणायगे
વારે।૨૪।।
ધ્યા પંચ ગુરુને, શરણ - મંગલ - લોકઉત્તમ જેહ છે, આરાધનાનાયક, 'અમર-નર-ખચરપૂજિત, વીર છે. ૧૨૪ ૧. અમર-નર-ખચરપૂજિત = દેવો, મનુષ્યો અને વિદ્યાધરોથી પૂજિત.
णाणमयविमलसीयलसलिलं पाऊण भविय भावेण । वाहिजरमरणवेयणडाहविमुक्का सिवा होंति ॥ १२५ ॥ જ્ઞાનાત્મ નિર્મળ નીર શીતળ પ્રાપ્ત કરીને, 'ભાવથી ભવિથાય છે‘જર-મરણ-વ્યાધિદાહવર્જિત, 'શિવમયી. ૧૨૫.
૧. ભાવથી = શુદ્ધ ભાવથી.
૨. ભવિ = ભવ્ય જીવો.
૩. જર-મરણ-વ્યાધિદાહવર્જિત = જરા-મરણ-રોગસંબંધી બળતરાથી મુક્ત. ૪. શિવમયી = આત્યંતિક સૌખ્યમય અર્થાત્ સિદ્ધ.
जह बीयम्मि य दड्ढे ण वि रोहइ अंकुरो य महिवीढे । तह कम्मबीयदड्डे भवंकुरो भावसवणाणं ॥ १२६ ॥ જ્યમ બીજ હોતાં દગ્ધ, અંકુર ભૂતળે ઊગે નહીં, ત્યમ કર્મબીજ બળ્યે ભવાંકુર ભાવશ્રમણોને નહીં. ૧૨૬.
भावसवणो वि पावइ सुक्खाइं दुहाई दव्वसवणो य । इय गाउं गुणदोसे भावेण य संजुदो होह ॥ १२७॥
રે ! ભાવશ્રમણ સુખો લહે ને દ્રવ્યમુનિ દુઃખો લહે; તું ભાવથી સંયુક્ત થા, ગુણદોષ જાણી એ રીતે. ૧૨૭.