SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ उवओगो खलु दुविहो णाणेण य दंसणेण संजुत्तो । जीवस्स सव्वकालं अणण्णभूदं वियाणीहि ॥ ४० ॥ છે જ્ઞાન ને દર્શન સહિત ઉપયોગ યુગલ પ્રકારનો; જીવદ્રવ્યને તે સર્વ કાળ અનન્યરૂપે જાણવો. ૪૦. અર્થ ઃજ્ઞાનથી અને દર્શનથી સંયુક્ત એવો ખરેખર બે પ્રકારનો ઉપયોગ જીવને સર્વ કાળ અનન્યપણે જાણો. आभिणिसुदोधिमणकेवलाणि णाणाणि पंचभेयाणि । कुमादिसुदविभंगाणि य तिण्णि वि णाणेहिं संजुत्ते ॥ ४१ ॥ મતિ, શ્રુત, અવધિ, મનઃ, કેવળ - પાંચ ભેદો જ્ઞાનના; કુમતિ, કુશ્રુત, વિભંગ - ત્રણ પણ જ્ઞાન સાથે જોડવાં. ૪૧. અર્થ : આભિનિબોધિક (-મતિ), શ્રુત, અવિધ, મનઃપર્યય અને કેવળ - એમ જ્ઞાનના પાંચ ભેદ છે; વળી કુમતિ, કુશ્રુત અને વિભંગ - એ ત્રણ (અજ્ઞાનો) પણ (પાંચ) જ્ઞાનો સાથે જોડવામાં આવ્યા છે. ( એ પ્રમાણે જ્ઞાનોપયોગના આઠ ભેદ છે.) दंसणमवि चक्खुजुदं अचक्खुजुदमवि य ओहिणा सहियं अणिधणमणंतविसयं केवलियं વિપળાં ॥ ૪૨॥ દર્શન તણા ચક્ષુ - અચક્ષુરૂપ, અવિધરૂપ ને નિઃસીમવિષય અનિધન કેવળરૂપ ભેદ કહેલ છે. ૪૨. અર્થ : દર્શન પણ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને અનંત જેનો વિષય છે એવું અવિનાશી કેવળદર્શન - એમ ચાર ભેદવાળું કહ્યું છે. . विपदि णाणादो णाणी णाणाणि होंति णेगाणि । तम्हा दु विसरूवं भणियं दवियत्ति णाणीहिं ॥ ४३ ॥ છે જ્ઞાનથી નહિ ભિન્ન જ્ઞાની, જ્ઞાન તો ય અનેક છે; તે કારણે તો વિશ્વરૂપ કહ્યું દરવને જ્ઞાનીએ. ૪૩. અર્થ : જ્ઞાનથી જ્ઞાનીનો (-આત્માનો) ભેદ પાડવામાં આવતો નથી; તો પણ જ્ઞાનો અનેક છે. તેથી તો જ્ઞાનીઓએ દ્રવ્યને વિશ્વરૂપ (-અનેકરૂપ) કહ્યું છે. जदि हवदि दव्वमण्णं गुणदो य गुणा य दव्वदो अण्णे । दव्वाणंतियमधवा दव्वाभावं પવંતિ ॥ ૪૪ ૫
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy