SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસારનો મહિમા શ્રી સમયસાર મોક્ષ પર ચડવાની સીડી છે (અથવા મોક્ષ તરફ ચાલવાને શુભ શુકન છે), કર્મનું તે વમન કરે છે અને જેમ જળમાં લવણ ઓગળી જાય છે તેમ સમયસારના રસમાં બુધ પુરુષો લીન થઈ જાય છે. તે ગુણની ગાંઠ છે. (અર્થાત્ સમ્યગ્દર્શનાદિ ગુણોનો સમૂહ છે), મુક્તિનો સુગમ પંથ છે. અને તેનો અપાર યશ વર્ણવતાં ઇન્દ્ર પણ આકુલિત થઈ જાય છે. સમયસારરૂપી પાંખવાળા (અથવા સમયસારના પક્ષવાળા)જીવો જ્ઞાનગગનમાં ઊડે છે અને સમયસારરૂપી પાંખ વિનાના (અથવા સમયસારથી વિપક્ષ) જીવો જગજાળમાં રઝળે છે. શ્રી સમયસાર પરમાગમ કે જેને શ્રી અમૃતચંદ્રાચાર્યદવ નાટકની ઉપમા આપી છે તે શુદ્ધ સુવર્ણ સમાન નિર્મળ છે, વિરાટ (બ્રહ્માંડ) સમાન તેનો વિસ્તાર છે અને તેનું શ્રવણ કરતાં હૃદયના કપાટ ખૂલી જાય છે. આ શાસ્ત્ર આનંદમય વિજ્ઞાનઘન આત્માને પ્રત્યક્ષ દેખાડનારું અદ્વિતીય જગતચક્ષુ છે.” જે કોઇ તેના પર ગંભીર અને સૂક્ષ્મ ભાવોને હૃદયગત કરશે તેને તે જગતચક્ષુ આત્માનું પ્રત્યક્ષ દર્શન કરાવશે. જ્યાં સુધી તે ભાવો યથાર્થ રીતે હૃદયગત ન થાય ત્યાં સુધી રાત-દિવસ તે જ મંથન, તે જ પુરુષાર્થ કર્તવ્ય છે. એનું ફળ બતાવતાં શ્રી જયસેન આચાર્ય કહે છે :| ‘સ્વરૂપ રસિક પુરુષોએ વર્ણવેલા આ પ્રાભૂતનો જે કોઇ આદરથી અભ્યાસ કરશે, શ્રવણ કરશે, પઠન કરશે, પ્રસિદ્ધ કરશે તે પુરુષ અવિનાશી સ્વરૂપમય, અનેક પ્રકારની વિચિત્રતાવાળા કેવળ એક જ્ઞાનાત્મક ભાવને પામીને અગ્રપદને વિષે મુક્તિલલનામાં લીન થશે.” પૂ. કાનજી સ્વામીના હાથમાં જ્યારે આ સમયસાર આવ્યું અને વાંચ્યું કે તરત અત્યંત પ્રમોદથી તેમના અંતરમાંથી એવા ઉદ્ગાર નીકળ્યા, “અહો! આ સમયસાર તો આત્માના અશરીરી ચૈતન્યભાવને દેખાડનારું મહાન શાસ્ત્ર છે, આનું શ્રવણ કરનાર પણ મહા ભાગ્યશાળી છે.” | સમયસાર તો શુદ્ધાત્માને જોવા માટે અજોડ જગતચક્ષુ છે, તે આત્માને આનંદ પમાડનારું છે, આણંદમય આત્માને પ્રત્યક્ષ કરાવનારું છે. હે ભવ્ય! તું તારા સિદ્ધ સ્વરૂપની હા કહીને આ સમયસાર સાંભળજે..! તને કોઈ પરમ સુખનો અનુમવ થશે. પ્રસ્તાવના : આત્મનુભવી સંત આચાર્ય શ્રી કુંદકુંદની સર્વોત્કૃષ્ટ કૃતિ સમયસારમાં શુદ્ધનયની દૃષ્ટિથી નવ તત્ત્વોનું વિવેચક કરવામાં આવ્યું છે. આ કૃતિનો મુખ્ય ઉદ્દેશ આત્મસ્વરૂપની ઓળખાણ કરાવવાનું છે. આચાર્ય
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy