SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ અનિચ્છકને અપરિગ્રહી કહ્યો છે અને જ્ઞાની પાનને ઇચ્છતો નથી, તેથી તે પાનનો પરિગ્રહી નથી, (પાનન) જ્ઞાયક જ છે. एमादिए दु विविहे सव्वे भावे य णेच्छदे णाणी। जाणगभावो णियदो णीरालंबो दु सव्वत्थ ॥२१४॥ એ આદિ વિધવિધ ભાવ બહુ જ્ઞાની ન ઇચ્છે સર્વને; સર્વત્ર આલંબન રહિત બસ નિયત જ્ઞાયકભાવ તે. ૨૧૪. અર્થ ઇત્યાદિક અનેક પ્રકારના સર્વ ભાવોને જ્ઞાની ઇચ્છતો નથી; સર્વત્ર (બધામાં) નિરાલંબ એવો તે નિશ્ચિત જ્ઞાયકભાવ જ છે. उप्पण्णोदयभोगो वियोगबुद्धीए तस्स सो णिचं। कंखामणागदस्स य उदयस्स ण कुव्वदेणाणी॥ २१५ ॥ ઉત્પન્ન ઉદયનો ભોગ નિત્ય વિયોગભાવે જ્ઞાનીને, ને ભાવી કર્મોદય તણી કાંક્ષા નહીં જ્ઞાની કરે. ૨૧૫. અર્થ જે ઉત્પન્ન (અર્થાતુ વર્તમાન કાળના) ઉદયનો ભોગ તે, જ્ઞાનીને સદા વિયોગબુદ્ધિએ હોય છે અને આગામી (અર્થાત્ ભવિષ્ય કાળના) ઉદયની જ્ઞાની વાંછા કરતો નથી. जो वेददि वेदिज्जदि समए समए विणस्सदे उभयं । तं जाणगो दुणाणी उभयं पि ण कंखदि कयावि॥ २१६ ॥ રે ! વેદ-વેદક ભાવ બન્ને સમય સમયે વિણસે, -એ જાણતો જ્ઞાની કદાપિ ન ઉભયની કાંક્ષા કરે. ૨૧૬. અર્થ જે ભાવ વેદે છે (અર્થાતું વેકભાવ) અને જે ભાવ વેદાય છે (અર્થાત્ વેદભાવ) તે બન્ને ભાવો સમયે સમયે વિનાશ પામે છે – એવું જાણનાર જ્ઞાની તે બન્ને ભાવોને કદાપિ વાંછતો નથી. बंधुवभोगणिमित्ते अज्झवसाणोदएसु णाणिस्स। संसारदेहविसएसु णेव उप्पज्जदे रागो॥२१७॥ સંસારદેહસંબંધી ને બંધોપભોગનિમિત્ત જે, તે સર્વ અધ્યવસાનઉદયે રાગ થાય ન જ્ઞાનીને. ૨૧૭. અર્થ બંધ અને ઉપભોગનાં નિમિત્ત એવા સંસારસંબંધી અને દેહસંબંધી અધ્યવસાનના ઉદયોમાં જ્ઞાનીને રાગ ઊપજતો જ નથી.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy