________________
૯૫
णाणी रागप्पजहो सव्वदव्वेसु कम्ममज्झगदो। णो लिप्पदि रजएण दु कद्दममज्झे जहा कणयं ॥ २१८॥ अण्णाणी पुण रत्तो सव्वदव्वेसु कम्ममज्झगदो। लिप्पदि कम्मरएण दु कद्दममज्झे जहा लोहं ॥ २१९ ॥ છો સર્વ દ્રવ્ય રાગવર્જક જ્ઞાની કર્મની મધ્યમાં, પણ રજ થકી લેપાય નહિ, જ્યમ કનક કર્દમમધ્યમાં. ૨૧૮. પણ સર્વ દ્રવ્ય રાગશીલ અજ્ઞાની કર્મની મધ્યમાં,
તે કર્મજ લેપાય છે, જ્યમ લોહ કર્દમમધ્યમાં. ૨૧૯. અર્થ જ્ઞાની કે જે સર્વ દ્રવ્યો પ્રત્યે રાગ છોડનારો છે તે કર્મ મધ્યે રહેલો હોય તો પણ કર્મરૂપી રજથી લપાતો
નથી - જેમ સોનું કાદવ મધ્ય રહેલું હોય તો પણ લપાતું નથી તેમ. અને અજ્ઞાની કે જે સર્વ દ્રવ્યો પ્રત્યે રાગી છે તે કર્મ મધ્યે રહ્યો થકો કર્મરજથી લેપાય છે - જેમ લોખંડકાદવ મધ્ય રહ્યું થયું લેપાય છે (અર્થાતુ તેને કાટ લાગે છે) તેમ.
भुंजंतस्स वि विविहे सच्चित्ताचित्तमिस्सिए दव्वे । संखस्स सेदभावो ण वि सक्कदि किण्हगो कादं ॥ २२०॥ तह णाणिस्स वि विविहे सच्चित्ताचित्तमिस्सिए दव्वे। भुजंतस्स वि णाणं ण सक्कमण्णाणदं णेk॥ २२१॥ जइया स एव संखो सेदसहावं तयं पजहिदण। गच्छेज्ज किण्हभावं तइया सुक्कत्तणं पजहे ॥ २२२॥ तह णाणी वि हु जइया णाणसहावं तयं पजहिदूण। अण्णाणेण परिणदो तइया अण्णाणदं गच्छे ॥ २२३॥ જ્યમ શંખ વિવિધ સચિત્ત, મિશ્ર, અચિત્ત દ્રવ્યો ભોગવે, પણ શંખના શુક્લત્વને નહિ કૃષ્ણ કોઈ કરી શકે, ર૦. ત્યમ જ્ઞાની વિવિધ સચિત્ત, મિશ્ર, અચિત્ત દ્રવ્યો ભોગવે, પણ જ્ઞાન જ્ઞાની તણું નહીં અજ્ઞાન કોઈ કરી શકે. ૨૨૧.