SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ જ્યારે સ્વયં તે શંખ શ્વેતસ્વભાવ નિજનો છોડીને, પામે સ્વયં કૃષ્ણત્વ, ત્યારે છોડતો શુક્લત્વને; ૨૨૨. ત્યમ જ્ઞાની પણ જ્યારે સ્વયં નિજ છોડી જ્ઞાનસ્વભાવને, અજ્ઞાનભાવે પરિણમે, અજ્ઞાનતા ત્યારે લહે. ૨૨૩. અર્થ જેમ શંખ અનેક પ્રકારનાં સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યોને ભોગવે છે - ખાય છે તો પણ તેનું શ્વેતપણું (કોઈથી) કૃષ્ણ કરી શકાતું નથી, તેમ જ્ઞાની પણ અનેક પ્રકારના સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યોને ભોગવે તો પણ તેનું જ્ઞાન (કોઈથી) અજ્ઞાન કરી શકાતું નથી. જ્યારે તે જ શંખ (પોતે) તે શ્વેત સ્વભાવને છોડીને કૃષ્ણભાવને પામે (અર્થાત્ કૃષ્ણભાવે પરિણમે) ત્યારે શ્વેતપણાને છોડે (અર્થાત્ કાળો બને), તેવી રીતે ખરેખર જ્ઞાની પણ (પોતે) જ્યારે તે જ્ઞાનસ્વભાવને છોડીને અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે અજ્ઞાનપણાને પામે. पुरिसो जह को वि इहं वित्तिणिमित्तं तु सेवदे रायं। तो सो वि देदि राया विविहे भोगे सुहुप्पाए ॥ २२४ ॥ एमेव जीवपुरिसो कम्मरयं सेवदे सुहणिमित्तं । तो सो वि देदि कम्मो विविहे भोगे सुहुप्पाए ॥ २२५ ॥ जह पुण सो च्चिय पुरिसो वित्तिणिमित्तं ण सेवदे रायं। तो सो ण देदि राया विविहे भोगे सुहुप्पाए ॥ २२६ ॥ एमेव सम्मदिट्ठी विसयत्थं सेवदे ण कम्मरयं । तो सो ण देदि कम्मो विविहे भोगे सुहुप्पाए ॥ २२७॥ જોમ જગતમાં કો પુરુષ વૃત્તિનિમિત્ત સેવે ભૂપને, તો ભૂપ પણ સુખજનક વિધવિધ ભોગ આપે પુરુષને; ૨૨૪. ત્યમ જીવપુરુષ પણ કમરજનું સુખઅરથ સેવન કરે, તો કર્મ પણ સુખજનક વિધવિધ ભોગ આપે જીવને. ૨૨૫. વળી તે જ નર જ્યમ વૃત્તિ અર્થે ભૂપને સેવે નહીં, તો ભૂપ પણ સુખજનક વિધવિધ ભોગને આપે નહીં; ૨૨૬.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy