SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૭ जो चेव कुणदि सो चिय ण वेदए जस्स एस सिद्धंतो। सो जीवो णादव्वो मिच्छादिट्ठी अणारिहदो ॥ ३४७ ॥ अण्णो करेदि अण्णो परिभुंजदि जस्स एस सिद्धंतो । सो जीवो णादव्वो मिच्छादिट्ठी अणारिहदो ॥ ३४८ ॥ પર્યાય કંઈકથી વિણસે જીવ, કંઈકથી નહિ વિણસે, તેથી કરે છે તે જ કે બીજો - નહીં એકાંત છે. ૩૪૫. પર્યાય કંઈકથી વિણસે જીવ, કંઈકથી નહિ વિણસે, જીવ તેથી વેદે તે જ કે બીજો -નહીં એકાંત છે. ૩૪૬ જીવ જે કરે તે ભોગવે નહિ - જેહનો સિદ્ધાંત એ, તે જીવ મિથ્યાદષ્ટિ છે, અદ્વૈતના મતનો નથી. ૩૪૭ જીવ અન્ય કરતો, અન્ય વેદે - જેહનો સિદ્ધાંત એ, તે જીવ મિથ્યાદષ્ટિ છે, અદ્વૈતના મતનો નથી. ૩૪૮ અર્થ ઃ કારણ કે જીવ કેટલાક પર્યાયોથી નાશ પામે છે અને કેટલાક પર્યાયોથી નથી નાશ પામતો, તેથી ‘(જે ભોગવે છે) તે જ કરે છે’ અથવા ‘બીજો જ કરે છે’ એવો એકાંત નથી (-સ્યાદ્વાદ છે). કારણ કે જીવ કેટલાક પર્યાયોથી નાશ પામે છે અને કેટલાક પર્યાયોથી નથી નાશ પામતો, તેથી ‘(જે કરે છે) તે જ ભોગવે છે’ અથવા ‘બીજો જ ભોગવે છે’ એવો એકાંત નથી (-સ્યાદ્વાદ છે). ‘જે કરે છે તે જ નથી ભોગવતો' એવો જેનો સિદ્ધાંત છે, તે જીવ મિથ્યાદષ્ટિ, અનાર્હત (-અર્હતના મતને નહિ માનનારો) જાણવો. ‘બીજો કરે છે અને બીજો ભોગવે છે' એવો જેનો સિદ્ધાંત છે, તે જીવ મિથ્યાદષ્ટિ, અનાર્હત (-અજૈન) જાણવો. जह सिप्पिओ दु कम्मं कुव्वदि ण य सो दु तम्मओ होदि । तह जीवो वि य कम्मं कुव्वादि ण य तम्मओ होदि ॥ ३४९ ॥ जह सिप्पिओ दु करणेहिं कुव्वदि ण सो दु तम्मओ होदि । तह जीवो करणेहिं कुव्वदि ण य तम्मओ होदि ॥ ३५० ॥
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy