SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ જેના ભાવમાં મોહ, રાગ, દ્વેષ અથવા ચિત્તપ્રસન્નતા છે, તેને શુભ અથવા અશુભ પરિણામ છે. શુભ ભાવ જીવના પુણ્ય છે ને અશુભ ભાવો પાપ છે; તેના નિમિત્તે પૌદ્ગલિક પરિણામ કર્મપણું લહે. ૧૩૨. જીવના શુભ પરિણામ પણ છે અને અશુભ પરિણામ પાપ છે; તે બન્ને દ્વારા પુદ્ગલમાત્ર ભાવકર્મપણાને પામે છે. બન્ને પરિણામ બંધનું કારણ છે. છે રાગભાવ પ્રશસ્ત, અનુકંપાસહિત પરિણામ છે, મનમાં નહીં કાલુષ્ય છે, ત્યાં પુણ્ય-આસ્રવ હોય છે. ૧૩૫. જે જીવને પ્રશસ્ત રાગ છે, અનુકંપાયુક્ત પરિણામ છે અને ચિત્તમાં કલુષતાનો અભાવ છે, તે જીવને પુણ્ય આસૂવે છે. ચર્યા પ્રમાદભરી, કલુષતા, લુબ્ધતા વિષયો વિષે, પરિતાપ અને અપવાદ પરના, પાપ-આસ્રવને કરે. ૧૩૯. બહુ પ્રમાદવાળી ચર્યા, કલુષતા, વિષયો પ્રત્યે લોલુપતા, પરને પરિતાપ કરવો તથા પરના અપવાદ બોલવા -એ પાપનો આસ્રવ કરે છે. સૌ દ્રવ્યમાં નહિ રાગ-દ્વેષ-વિમોહ વર્તે જેહને, શુભ-અશુભ કર્મ ન આસવે સમદુઃખસુખ તે ભિક્ષુને. ૧૪૨. જેને સર્વ દ્રવ્યો પ્રત્યે રાગ, દ્વેષ કે મોહ નથી, તે સમ સુખદુઃખ ભિક્ષને(સુખ-દુઃખ પ્રત્યે સમભાવવાળા મુનિને) શુભ અને અશુભ કર્મ આસ્રવતું નથી. જ્ઞાનીને આસ્રવ હોતાં નથી. હવે સંવર અને નિર્જરાનું સ્વરૂપ બતાવે છે. જ્યારે ન યોગે પુણ્ય તેમ જ પાપ વર્તે વિરતને, ત્યારે શુભાશુભકૃત કરમનો થાય સંવર તેહને. ૧૪૩. જેને (-જે મુનિને), વિરત વર્તતા થકાં, યોગમાં પુણ્ય અને પાપ જ્યારે ખરેખર હોતાં નથી, ત્યારે તેને શુભાશુભ ભાવકૃત કર્મનો સંવર થાય છે. જે યોગ-સંવયુક્ત જીવ બહુવિધ તપો સહ પરિણમે, તેને નિયમથી નિર્જરા બહુ કર્મ કેરી થાય છે. ૧૪૪. સંવર અને યોગથી (શુદ્ધોપયોગથી) યુક્ત એવો જે જીવ બહુવિધ તપો સહિત પ્રવર્તે છે, તે નિયમથી ઘણાં કર્મોની નિર્જરા કરે છે.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy