SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ दुविहं पि गंथचायं तीसु वि जोएसु संजमो ठादि। णाणम्मि करणसुद्धे उब्भसणे दंसणं होदि॥१४॥ જ્યાં જ્ઞાન ને સંયમ 'ત્રિયોગે, ઉભયપરિગ્રહત્યાગ છે, જે “શુદ્ધ સ્થિતિભોજન કરે, દર્શન સદાશ્રિત હોય છે. ૧૪. ૧. ત્રિયોગ = (મન-વચન-કાયના) ત્રણ યોગ. ૨. શુદ્ધ સ્થિતિભોજન = ત્રણ કરણથી શુદ્ધ (કૃત-કારિત-અનુમોદન વિનાનું) એવું ઊભાં ઊભાં ભોજન. सम्मत्तादो णाणं णाणादो सव्वभावउवलद्धी। उवलद्धपयत्थे पुण सेयासेयं वियाणेदि॥१५॥ સમ્યત્વથી સુજ્ઞાન, જેથી સર્વ ભાવ જણાય છે, ને સૌ પદાર્થો જાણતાં અશ્રેય-શ્રેય જણાય છે. ૧૫. सेयासेयविदण्हू उद्बुददुस्सील सीलवंतो वि। सीलफलेणब्भुदयं तत्तो पुण लहइ णिव्वाणं ॥१६॥ અશ્રેય-શ્રેયસુજાણ છોડી કુશીલ ધારે શીલને, ને શીલફળથી હોય અભ્યદય, પછી મુક્તિ લહે. ૧૬. ૧. અભ્યદય = તીર્થકરતાદિની પ્રાપ્તિ. जिणवयणमोसहमिणं विसयसुहविरेयणं अमिदभूदं। जरमरणवाहिहरणं खयकरणं सव्वदुक्खाणं॥१७॥ જિનવચનરૂપ દવા 'વિષયસુખરેચિકા, અમૃતમયી, છે વ્યાધિ-મરણ-જરાદિહરણી, સર્વ દુઃખવિનાશિની. ૧૭. ૧. વિષયસુખરેચિકા = વિષયસુખનું વિરેચન કરનારી. एगं जिणस्स रूवं बिदियं उक्किट्ठसावयाणं तु। अवरट्ठियाण तइयं चउत्थ पुण लिंगदंसणं णत्थि॥१८॥ છે એક 'જિનનું રૂપ, બીજું શ્રાવકોત્તમ-લિંગ છે, ત્રીજું કહ્યું આર્યાદિનું, ચોથું ન કોઈ કહેલ છે. ૧૮. ૧. જિનનું રૂપ = જિનના રૂપ સમાન મુનિનું યથાજાત રૂપ.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy