SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૩ અર્થ : જો શ્રમણને પ્રયત્નપૂર્વક કરવામાં આવતી કાયચેષ્ટાને વિષે છેદ થાય છે તો તેણે તો આલોચનપૂર્વક ક્રિયા કરવી જોઈએ. | (પરંતુ, જો શ્રમણ છેદમાં ઉપયુક્ત થયો હોય તો તેણે જિનમતને વિષે વ્યવહારકુશળ શ્રમણ પાસે જઈને, આલોચન કરીને (-પોતાના દોષનું નિવેદન કરીને), તેઓ જે ઉપદેશે તે કરવું જોઈએ. ૧. મુનિને (મુનિવોચિત) શુદ્ધોપયોગ તે અંતરંગ અથવા નિશ્ચય પ્રયત્ન છે અને તે શુદ્ધોપયોગદશામાં વર્તતો જે (હઠ વગરનો) દેહચેષ્ટાદિક સંબંધી શુભોપયોગ તે બહિરંગ અથવા વ્યવહાર પ્રયત્ન છે. (શુદ્ધોપયોગદશા ન હોય ત્યાં શુભપયોગ હઠ સહિત હોય છે; તે શુભપયોગ વ્યવહાર -પ્રયત્નપણાને પણ પામતો નથી.) ૨. આલોચન = (૧) સૂક્ષ્મતાથી જોઈ લેવું તે, બારીકાઈથી વિચારવું તે, બરાબર ખ્યાલમાં લેવું તે. (૨) નિવેદન, કથન.(૨૧૧મી ગાથામાં “આલોચન'નો પહેલો અર્થ ઘટે છે અને ૨૧૨મી ગાથામાં બીજો અર્થ ઘટે છે.) अधिवासे व विवासे छेदविणो भवीय सामण्णे। समणो विहरदु णिचं परिहरमाणो णिबंधाणि॥२१३॥ પ્રતિબંધ પરિત્યાગી સદા અધિવાસ અગર વિવાસમાં, મુનિરાજ વિહરો સર્વદા થઈ છેદહીન બ્રામણ્યમાં. ૨૧૩. અર્થ : અધિવાસમાં વસતાં (આત્મવાસમાં અથવા ગુરુઓના સહવાસમાં વસતાં) કે વિવાસમાં વસતાં (ગુરઓથી ભિન્ન વાસમાં વસતાં), સદા (પરદ્રવ્યને વિષે) પ્રતિબંધો પરિહરતો થકો શ્રમણ્યને વિષે છેદવિહીન થઈને શ્રમણ વિહરો. चरदि णिबद्धो णिचं समणो णाणम्हि दंसणमुहम्हि। पयदो मूलगुणेसु य जो सो पडिपुण्णसामण्णो॥२१४॥ જે શ્રમણ જ્ઞાન-દગાદિકે પ્રતિબદ્ધ વિચરે સર્વદા; ને પ્રયત મૂળગુણો વિષે, શ્રમણ્ય છે પરિપૂર્ણ ત્યાં. ૨૧૪. અર્થ જે શ્રમણ સદા જ્ઞાનમાં અને દર્શનાદિકમાં પ્રતિબદ્ધ તથા મૂળગુણોમાં પ્રયત (પ્રયત્નશીલ) વિચરે છે, તે પરિપૂર્ણ શ્રમણ્યવાળો છે. भत्ते वा खमणे वा आवसधे वा पुणो विहारे वा। उवधिम्हि वा णिबद्धं णेच्छदि समणम्हि विकधम्हि ॥ २१५ ॥ મુનિક્ષેપણમાંહી, નિવાસસ્થાન, વિહારવા ભોજનમહીં, ઉપધિ-શ્રમણ-વિકથા મહીં પ્રતિબંધને ઇચ્છે નહીં. ૨૧૫.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy