________________
પ્રકરણ ૧૨
શ્રી પંચાસ્તિકાયસંગ્રહ
श्री परमात्मने नमः। શ્રીમદ્ ભગવત્યુકુંદાચાર્યદેવ પ્રણીત
શ્રી પંચાસ્તિકાયસંગ્રહ ગાથા
૧. પદ્રવ્ય - પંચાસ્તિકાય વર્ણન
इंदसदवंदियाणं तिहुअणहिदमधुरविसदवकाणं। अंतातीदगुणाणं णमो जिणाणं जिदभवाणं॥१॥ શત-ઇંદ્રવંદિત, ત્રિજગણિત-નિર્મળ-મધુર વદનારને,
નિસીમ ગુણ ધરનારને, જિતભવ નમું જિનરાજને. ૧ અર્થ સો ઇન્દ્રોથી જે વંદિત છે, ત્રણ લોકને હિતકર, મધુર અને વિશદ નિર્મળ, સ્પષ્ટ) જેમની વાણી છે,
(ચૈતન્યના અનંત વિલાસસ્વરૂપ) અનંત ગુણ જેમને વર્તે છે અને ભવ ઉપર જેમણે જય મેળવ્યો છે, તે જિનોને નમસ્કાર હો.
समणमुहुग्गदमटुं चदुग्गदिणिवारणं सणिव्वाणं। एसो पणमिय सिरसा समयमियं सुणह वोच्छामि॥२॥
આ સમયને શિરનમનપૂર્વક ભાખું છું, સૂણજો તમે;
| જિનવદનનિર્ગત-અર્થમય, ચઉતિહરણ, શિવહેતુ છે. ૨. અર્થ શ્રમણના મુખમાંથી નીકળેલ અર્થમય (-સર્વજ્ઞ મહામુનિના મુખથી કહેવાયેલા પદાર્થોને કહેનાર), ચાર
ગતિનું નિવારણ કરનાર અને નિર્વાણ સહિત (નિર્વાણના કારણભૂત) - એવા આ સમયને શિરસા પ્રણમીને હું તેનું કથન કરું છું, તે શ્રવણ કરો.