SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ अप्पडिकुटुं उवधि अपत्थणिज्जं असंजदजणेहिं। मुच्छादिजणणरहिदं गेण्हदु समणो जदि वि अप्पं ॥ २२३॥ ઉપધિ અનિંદિતને, અસંયત જન થકી અણપ્રાર્થને, મૂછદિજનનરહિતને જ ગ્રહો શ્રમણ, થોડો ભલે. ૨૨૩. અર્થ ભલે થોડો હોય તો પણ, જે અનિંદિત હોય, અસંયત જનોથી અપ્રાર્થનીય હોય અને જે મૂછદિના જનન રહિત હોય - એવા જ ઉપધિને શ્રમણ ગ્રહણ કરો. किं किंचण त्ति तकं अपुणभवकामिणोध देहे वि। संग त्ति जिणवरिंदा अप्पडिकम्मत्तमुद्दिट्ठा ॥ २२४॥ ક્યમ અન્ય પરિગ્રહ હોય જ્યાંકહીદેહને પરિગ્રહ અહો! મોક્ષેચ્છને દેહેય નિષ્પતિકર્મ ઉપદેશે જિનો? ૨૨૪. અર્થ જો જિનવરેન્દ્રોએ મોક્ષના અભિલાષીને, દિહ પરિગ્રહ છે' એમ કહીને, દેહમાં પણ અપ્રતિકર્મપણું | (સંસ્કારરહિતપણું) ઉપદેશ્ય છે, તો પછી તેમનો એવો આશય છે કે તેને અન્ય પરિગ્રહ તો શાનો હોય? उवयरणं जिणमग्गे लिंगं जहजादरूवमिदि भणिदं। गुरुवयणं पि य विणओ सुत्तज्झयणं च णिद्दिद्धं ॥ २२५ ॥ જમ્યા પ્રમાણે રૂપ ભાડું ઉપકરણ જિનમાર્ગમાં, ગુરુવચન ને સૂત્રાધ્યયન, વળી વિનય પણ ઉપકરણમાં. રર૫. અર્થ યથા જાતરૂપ જે લિંગ (-જમ્યા પ્રમાણે રૂપ એવું જે લિંગ) તે જિનમાર્ગમાં ઉપકરણ કહેવામાં આવ્યું છે; ગુરુના વચન, સૂત્રોનું અધ્યયન અને વિનય પણ ઉપકરણ કહેલ છે. इहलोगणिरावेक्खो अप्पडिबद्धो परम्हि लोयम्हि। जुत्ताहारविहारो रहिदकसाओ हवे समणो॥२२६ ॥ આ લોકમાં નિરપેક્ષ ને પરલોક-અણપ્રતિબદ્ધ છે, સાધુ કષાયરહિત, તેથી યુક્ત આર-વિહારી છે. ૨૨૬. અર્થ શ્રમણ કપાયરહિત વર્તતો થકો આ લોકમાં નિરપેક્ષ અને પરલોકમાં અપ્રતિબદ્ધ હોવાથી યુક્તાહારવિહારી, હોય છે. ૧. યુક્તાહારવિહારી = (૧) યોગ્ય-ઉચિત આહાર-વિહારવાળો. (૨) યુક્તના અર્થાત્ યોગીના આહાર-વિહારવાળો; યોગપૂર્વક (- આત્મસ્વભાવમાં જોડાણ સહિત) - આહાર-વિહારવાળો.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy