________________
૪૫૪
હે મિત્ર! એ રીત જન્મીને ચિરકાળ નર-તિર્યંચમાં, બહુ વાર તું પામ્યો મહાદુખ આકરાં અપમૃત્યુના. ૨૭. ૧. વિષ-વેદનાથી = ઝેર ખાવાથી તથા પીડાથી. ૨. આહાર-શ્વાસનિરોધથી = આહારનો ને શ્વાસનો નિરોધ. ૩. ઉચ્ચ-પર્વતવૃક્ષરોહણપતનથી = ઊંચા પર્વત ને વૃક્ષ પર ચડતાં પડી જવાથી. छत्तीस तिण्णि सया छावट्ठिसहस्सवारमरणाणि। अतोमुहुत्तमज्झे पत्तो सि निगोयवासम्मि ॥२८॥ છાસઠ હજાર ત્રિશત અધિક છત્રીશ તેં મરણો કર્યા અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ વિષે નિગોદનિવાસમાં. ૨૮. वियलिंदए असीदी सट्ठी चालीसमेव जाणेह। पंचिंदिय चउवीसं खुद्दभवंतोमुहुत्तस्स ॥ २९॥ રેજાણ એશી સાઠ ચાળીશ શુક્રભવ વિકલૈંદ્રિના, અંતર્મુહૂર્ત શુદ્રભવ ચોવીસ પંચેન્દ્રિય તણા. ૨૯. रयणत्तये अलद्धे एवं भमिओ सि दीहसंसारे। इय जिणवरेहिं भणियं तं रयणत्तय समायरह॥३०॥ વણ રત્નત્રયપ્રાપ્તિ તું એ રીત દીર્ઘ સંસારે ભમ્યો, -ભાખ્યું જિનોએ આમ; તેથી રત્નત્રયને આચરો. ૩૦. अप्पा अप्पम्मि रओ सम्माइट्ठी हवेइ फुडु जीवो। जाणइ तं सण्णाणं चरदिहं चारित्त मग्गो त्ति ॥ ३१॥ નિજ આત્મમાં રત જીવ જે તે પ્રગટ સમ્યગ્દષ્ટિ છે, 'તબોધ છે સુજ્ઞાન, ત્યાં ચરવું ચરણ છે; –માર્ગ એ. ૩૧. ૧. તદ્ધોધ = તેનું જ્ઞાન, નિજ આત્માને જાણવું તે. ૨. ચરણ = ચારિત્ર, સમચારિત્ર. अण्णे कुमरणमरणं अणेयजम्मतराई मरिओ सि। भावहि सुमरणमरणं जरमरणविणासणं जीव ॥ ३२॥