SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ અર્થ જેમ શિલ્પી (-સોની આદિકારીગર) કુંડળ આદિ કર્મ કરે છે પરંતુ તે તન્મય (તે-મય, કુંડળાદિમય) થતો નથી, તેમ જીવ પણ પુણ્ય-પાપ આદિ પુદ્ગલકર્મ કરે છે પરંતુ તય (પુદ્ગલકર્મમય) થતો નથી. જેમ શિલ્પી હથોડાઆદિ કરણો વડે (કર્મ) કરે છે પરંતુ તે તન્મય (હથોડા આદિ કરણોમય) થતો નથી, તેમ જીવ (મન-વચન-કાયરૂપ) કરણો વડે (કર્મ) કરે છે પરંતુ તન્મય (મન-વચન-કાયરૂપ કરણોમય) થતો નથી. જેમ શિલ્પી કરણોને ગ્રહણ કરે છે પરંતુ તે તન્મય થતો નથી, તેમ જીવ કરણોને ગ્રહણ કરે છે પરંતુ તન્મય (કરણોમય) થતો નથી. જેમ શિલ્પી કુંડળ આદિ કર્મના ફળને (ખાનપાન આદિને) ભોગવે છે પરંતુ તે તન્મય (ખાનપાનાદિમય) થતો નથી, તેમ જીવ પુણ્ય-પાપાદિ પુગલકર્મના ફળને (પુદ્ગલ પરિણામરૂપ સુખ-દુઃખાદિને) ભોગવે છે પરંતુ તન્મય (પુદ્ગલપરિણામરૂપ સુખ-દુઃખાદિમય) થતો નથી. એ રીતે તો વ્યવહારનો મત સંક્ષેપથી કહેવા યોગ્ય છે. (હવે) નિશ્ચયનું વચન સાંભળ કે જે પરિણામવિષયક છે. - જેમ શિલ્પી ચેષ્ટારૂપ કર્મને પોતાના પરિણામરૂપ કર્મને) કરે છે અને તેનાથી અનન્ય છે, તેમ જીવ પણ પોતાના પરિણામરૂપ) કર્મને કરે છે અને તેનાથી અનન્ય છે. જેમ ચેષ્ટારૂપ કર્મ કરતો શિલ્પી નિત્ય દુઃખી થાય છે અને તેનાથી (દુઃખથી) અનન્ય છે, તેમ ચેષ્ટા કરતો (પોતાના પરિણામરૂપ કર્મને કરતો) જીવ દુઃખી થાય છે (અને દુઃખથી અનન્ય છે). जह सेडिया दुण परस्स सेडिया सेडिया य सा होदि। तह जाणगो दु ण परस्स जाणगो जाणगो सो दु॥ ३५६॥ जह सेडिया दुण परस्स सेडिया सेडिया य सा होदि। तह पासगो दु ण परस्स पासगो पासगो सो दु॥ ३५७॥ जह सेडिया दुण परस्स सेडिया सेडिया य सा होदि। तह संजदो दु ण परस्स संजदो संजदो सो दु॥ ३५८ ।। जह सेडिया दुण परस्स सेडिया सेडिया य सा होदि। तह दंसणं दु ण परस्स दंसणं दंसणं तं तु॥ ३५९ ॥ एवं तु णिच्छयणयस्स भासिदं णाणदंसणचरित्ते। सुणु ववहारणयस्स य वत्तव् से समासेण ॥ ३६०॥ जह परदव्वं सेडदि हु सेडिया अप्पणो सहावेण। तह परदव्वं जाणदि णादा वि सएण भावेण ॥ ३६१॥
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy