SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧ જીવ કર્મગુણ કરતો નથી, નહિ જીવગુણ કર્મો કરે; અન્યોન્યના નિમિત્તથી પરિણામ બેઉ તણા બને. ૮૧. એ કારણે આત્મા ઠરે કર્તા ખરે નિજ ભાવથી; પુદ્ગલકરમકૃત સર્વ ભાવોનો કદી કર્તા નથી. ૮૨. અર્થ : પુદ્ગલો જીવના પરિણામના નિમિત્તથી કર્મપણે પરિણમે છે, તેમ જ જીવ પણ પુદ્ગલકર્મના નિમિત્તથી પરિણમે છે. જીવ કર્મના ગુણોને કરતો નથી તેમ જ કર્મ જીવના ગુણોને કરતું નથી; પરંતુ પરસ્પર નિમિત્તથી બન્નેના પરિણામ જાણો. આ કારણે આત્મા પોતાના જ ભાવથી કર્તા (કહેવામાં આવે) છે પરંતુ પુદ્ગલકર્મથી કરવામાં આવેલા સર્વ ભાવોનો કર્તા નથી. णिच्छयणयस्स एवं आदा अप्पाणमेव हि करेदि । वेदयदि पुणो तं चैव जाण अत्ता दु अत्ताणं ॥ ८३ ॥ આત્મા કરે નિજને જ એ મંતવ્ય નિશ્ચયનય તણું, વળી ભોગવે નિજને જ આત્મા એમ નિશ્ચય જાણવું. ૮૩. અર્થ :નિશ્ચયનયનો એમ મત છે કે આત્મા પોતાને જ કરે છે અને વળી આત્મા પોતાને જ ભોગવે છે એમ હે શિષ્ય ! તું જાણ. ववहारस्स दु आदा पोग्गलकम्मं करेदि णेयविहं । तं चैव पुणो वेयइ पोग्गलकम्मं अणेयविहं ॥ ८४ ॥ આત્મા કરે વિધવિધ પુદ્ગલકર્મ-મત વ્યવહારનું, વળી તે જ પુદ્ગલકર્મ આત્મા ભોગવે વિધવિધનું. ૮૪. અર્થ : વ્યવહારનયનો એ મત છે કે આત્મા અનેક પ્રકારના પુદ્ગલકર્મને કરે છે અને વળી તે જ અનેક પ્રકારના પુદ્ગલકર્મને તે ભોગવે છે. जदि पोग्गलकम्ममिणं कुव्वदि तं चैव वेदयदि आदा । दोकिरियावदिरित्तो पसज्जदे सो जिणावमदं ॥ ८५ ॥ પુદ્ગલકરમ જીવ જો કરે, એને જ જો જીવ ભોગવે, જિનને અસંમત દ્વિક્રિયાથી અભિન્ન તે આત્મા ઠરે. ૮૫. અર્થ : જો આત્મા આ પુદ્ગલ કર્મને કરે અને તેને જ ભોગવે તો તે આત્મા બે ક્રિયાથી અભિન્ન કરે એવો પ્રસંગ આવે છે - જે જિનદેવને સંમત નથી.
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy